કેશાેદ પાલિકાએ સામાન્ય સભા ન બોલાવતાં નોટીસ ફટકારાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેશાેદ કાેંગ્રેસ સમિતી દ્વારા કેશાેદ પાલિકાને સામાન્ય સભા બાેલાવવા અનેક વખત રજૂઆતાે કરાય તેમ છતાં 10 મહિના સુધી સામાન્ય સભા ન બાેલાવી સરક્યુલર ઠરાવાેની ફરજ પડી તેથી સમિતીના પ્રમુખ સમીરભાઇ પાંચાણીએ જાન્યુ 2020 માં ભાવનગર સ્થિત પાલિકા પ્રાદેશીક કચેરીને લેખિત જાણ કરી હતી જે મુદ્દે પ્રાદેશીક કચેરીએ ખરાઇ કરતાં સભા ન બાેલાવી હાેવાનું જાણવા મળતાં શહેરના વિકાસને ધ્યાનમાં રાખી તાત્કાલીક ધાેરણે ગુજરાત નગરપાલિકા અધિનિયમ1963 ની કલમ-51(1) ની જાેગવાઇને ધ્યાને લઇ 3 મહિને સામાન્ય સભા બાેલાવવી ફરજીયાત છે તેવાે ઉલ્લેખ કરી પાલીકાને કયા કારણાેસર સભા નથી બાેલાવી તેવાે કારણદર્શક નાેટીસનાે જવાબ ભરવા અને તાત્કાલીક સભા બાેલાવવા લેખિત આદેશ કર્યાે છે. આમ નોટીસ મળતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે.

આગામી િદવોસમાં સભા બોલાવાશે : પ્રમુખ

નગરપાલિકા પ્રમુખ યાેગેશભાઇ સાવલિયાએ જણાવ્યું કે વિકાસના કામના એસ્ટીમેન્ટ તેમજ રીપાેર્ટ કરવાના બાકી હાેય જે તૈયાર થતાં ફેબ્રુના છેલ્લાં કે માર્ચનાં પહેલાં અઠવાડિયામાં સામાન્ય સભા બાેલાવવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...