કેશાેદ જુની મેઇન બજારમાં વીજ બિલ ભરવા લાંબી કતાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદમાં પીજીવીસીએલનાં બીલ ભરવામાં વધુ બારી ન હોવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. વાત એવી છે કે, કેશોદનાં જુનીમેઇન બજારમાં આવેલી બીલ ભરવાની ઓફિસ ખાતે વધુ બારી ન હોવાને કારણે લોકોની લાંબી કતારો લાગે છે. ત્યારે સત્વરે તંત્ર દ્વારા બીલ ભરવાની બારીમાં વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

કેશાેદના જુની મેઇન બજાર રાેડ પર વર્ષાેથી વીજ બીલ ભરવાની કામગીરી થાય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી પીજીવીસીએલની મુખ્ય કચેરી રેલ્વે ફાટકની પુર્વ તરફ જતી રહેતા દુર આવેલી વીજ કચેરીએ જવા ઘણાે સમય લાગે તેથી જુની બજારમાં વીજ બીલ ભરનારાની લાંબી લાઇનાે લાગે છે. આમ જુુુુની બજારમાં વીજ બિલ ભરનારા મુખ્યત્વે મજુરી કામ કરનારા હાેય અને લાંબાે સમય સુધી લાઇનમાં ઉભું રહેવું પડતું હાેય તેથી તેના કામ સબબ જઇ સકતા નથી તેથી વધુ કેશબારી ઉભી કરવા વીજ બીલ ભરનારાઓએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...