જૂનાગઢ યાર્ડમાં કેેરીના ભાવ રૂ. 500 થી રૂ.1200 તેમજ આવક 7,665 રહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળો આવતાની સાથે જ લોકોને કેરીની યાદ આવી જતી હોય છે. પરંતુ થોડા કેટલાક વર્ષોથી આંબાના મોર ખરી જવા, વાતાવરણના લીધે કેરીનો મોલ બગડી જવો જેવા અનેક કિસ્સાઓના લીધે કેરી તેના સમય કરતા મોડી આવે છે.

તાલાલાની વાત કરીયે તો ઘણા ખેડૂતોએ કેરીના પાકમાં નુકશાની આવતા અને કેરીનો પાક નિષ્ફળ જતા કેરીના બાગ વેંચી નાખ્યા છે કાં તો આંબા જ કાપી નાખ્યા હોવાની ઘટનાઓ બની છે. કારણ કે એક વખત જે ખેતરમાં આંબા ઉગાડવામાં આવે તે ખેતરમાં બીજો કોઇ પાક લઇ શકાતો નથી. ચાલુ વર્ષની જ વાત કરીયે તો હાલ કેરીના ભાવ આસમાને છે. તેમાંય ગીરની કેરીની તો લોકો રાહ જોઇને બેસતા હોય છે. કારણ કે તેના જેવો સ્વાદ કદાચ બીજી કોઇ કેરીમાં મળતો નથી. હાલ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેરીના ભાવની વાત કરીયે તો મણના રૂ. 500 થી રૂ.1200 જેવા ભાવ છે. કેરીની આવક નોર્મલ છે. હાલ ઉનાળો પુરો થવાની તૈયારીમાં હોય કેરીનો ધસારો યાર્ડમાં જોવા મળતો નથી. સોમવારે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેરીની કુલ 7,665 આવક થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...