તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિશન મંગલમ્ યોજનામાં કર્મીને ખોટી રીતે છૂટો કરાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડી મિશન મંગલમ યોજનામાં ફરજ બજાવતા કર્મચારીને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યો છે. ત્યારે કર્મીએ યોગ્ય લાયકાત હોવા છતાં ઈરાદાપૂર્વક ખોટી રીતે છુટ્ટો કરવામાં આવ્યો હોય તેઓ આક્ષેપ કર્યો છે. કર્મચારીએ આ અંગે ગ્રામ વિકાસ કમીશ્નરથી લઈને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે.

જિલ્લા ગ્રામવિકાસ એજન્સીમાં લીંબડી તાલુકામાં મિશન મંગલમ યોજના હેઠળ ફરજ બજાવતા દીપેન સોલંકીને છુટ્ટો કરવામાં આવ્યો છે. દીપેનભાઈ વર્ષ 2012થી 18 સુધી જુદાજુદા તાલુકામાં મિશન મંગલમમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2018માં તેઓને મેનેજર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. પરંતુ ડીએલએમ તરીકેની યોગ્ય લાયકાત અને અનુભવ હોવા છતા પણ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લીમીટેડ કંપની દ્વારા દીપેનભાઈ સોલંકી સહિત જિલ્લાના 5 કર્મીઓને ગેરલાયક ઠેરવી ફરજમાંથી મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. છુટ્ટા થયેલા કર્મીઓએ આ અંગે અનેકવાર ઉચ્ચકક્ષાએ રજુઆત કરી પરંતુ પરિણામ શુન્ય આવ્યું હતું. આ અંગે દીપેનભાઈ સોલંકીએ જણાવ્યું કે જે પરિપત્ર મુજબ મને ડીએલએમ ફરજ મુક્ત કરવામાં આવ્યો છે તેમાં જરૂરી લાયકાત હું ધરાવું છું. ડીએલએમને છુટ્ટા કરવાનો પરિપત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં લાગુ પડ્યો હોય તેવું લાગે છે. કારણ કે ભાવનગર, પાટણ, વડોદરા સહિત અન્ય જિલ્લામાં કર્મચારી ફરજ બજાવી રહ્યા છે.

મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરાઇ

અન્ય સમાચારો પણ છે...