તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલ્યાણપુરના રાવલમાં જુગારનો અખાડો પકડાયો, ચાર શખસ ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કલ્યાણપુર તાલુકાના રાવલમાં નદીના કાંઠે ધમધમતા જુગાર પર પોલીસે દરોડો પાડી ચાર શખ્સોને પકડી પાડી રોકડ,પંદર વાહન સહીત રૂ.4.42 લાખની માલમતા કબજે કરી હતી. દરોડા દરમિયાન દશ શખ્સો નાશી છુટયા હતા.

રાવલ ગામે ગોજારા નદીના કાંઠે વર્લી સહીતના જુગારનો અખાડો ધમધમી રહયો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસ ટીમે ત્વરીત ધસી જઇ દરોડો પાડયો હતો.પોલીસના આ દરોડાના પગલે વર્લીનો એકના નવ સહીતનો જુદો જુદો જુગાર રમતા શખ્સોમાં અફડા તફડી સાથે દોડધામ મચી ગઇ હતી.પોલીસે સ્થળ પરથી રાહુલ નગાભાઇ ગામી, ભીખુ કારાભાઇ મકવાણા,મોહન રામજીભાઇ મકવાણા અને લીલા મેપાભાઇ સોલંકીને રોકડ સાથે દબોચી લીધા હતા. જયારે આ દરોડા વેળા કરશન મોહનભાઇ જમોડ, ભરત મોહનભાઇ મકવાણા, કરશન વાલાભાઇ મકવાણા, વિજય વાઘેલા, લાખા મોહનભાઇ મકવાણા, સંજય ઉર્ફે ભુરો મોહનભાઇ મકવાણા, મનુ રામાભાઇ વાઘેલા,હમીર રાજાભાઇ વાઘેલા અને રામદે રામાભાઇ સહિતના શખસો નાશી છુટયાનુ જાહેર થયુ છે. પોલીસે રોકડ, 15 બાઈક સહિત રૂ.4,42 લાખની માલમતા કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો