તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જરગલી ગામે મધ્યાહન ભોજનમાં જીવડા નિકળ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીરગઢડાનાં જરગલીની પ્રા.શાળામાં ધો. 1 થી 8 માં 287 છાત્રો હોય અને બાળકોને બપોરના સમયે મધ્યાહન ભોજન કરતી વખતે છાત્રોની ડીસમાં જીવત જોવા મળતા શાળાના ચાર જેટલા છાત્રોએ આચાર્ય પાસે જમવાની થાળી લઇને પહોચ્યા હતા. અને જમવામાં જીવાત નિકળી તે અંગે વાકેફ કરેલ પરંતુ આચાર્ય તેમજ મધ્યાહન ભોજનના સંચાલકે બાળકોને આ જીવાત નથી. સુખડીમાં નાખવાનું ગુંદ છે. અને ધરે પણ જમવામાં જીવાત નિકળી હોવાની ફરીયાદ કરશો નહીં. પરંતુ શાળા દ્વારા બાળકો સાથે જે ભાષામાં કેવામાં આવ્યુ તે વાત બાળકોને ગળે ન ઉતરતા બાળકોએ ધરે જઇ વાલીઓને જાણ કરતા વાલીઓ આ અંગેની ફરીયાદ કરવા શાળાએ પહોચી ગયા હતા. અને આ અંગેની રજુઆત કરી હતી. અને આચાર્યએ પણ ફરીયાદ કરવા આવેલ વાલીઓને આશ્વાસન આપે હતું પરંતુ વાલીઓ મધ્યાહન ભોજન તપાસવા ગયા તો આજે પણ અસ્વચ્છતા જોવા મળી હતી. તેમજ જમવાના ભોજનમાં માથાના વાળ જોવા મળ્યા હતા. આમ આચાર્યએ આપેલ આશ્વાસન માત્રા શબ્દો પુરતુજ રહ્યુ અને મધ્યાહન ભોજનની પરીસ્થિતીમાં સુધારો જોવા મળેલ ન હતો.

જીવાત રેગ્યુલર નથી નિકળતી : આચાર્ય
ક્યારેક તો ભોજનના બદલે નાસ્તો : છાત્રો
જરગલી પ્રા.શાળામાં અભ્યાસ કરતા બાળકોએ જણાવેલ કે અમોને ભોજન પુરતુ આપવામાં આવતુ નથી. અને ક્યારેક તો ભોજન નહીં પરંતુ ભોજનના બદલે બબલા ખવડાવી દેવાય છે. અને અમારે ભુખ્યા રહેવું પડે છે.

જરગલી પ્રા. શાળાના આચાર્ય પારસભાઇ હિરપરાએ જણાવેલ કે મારી પાસે વાલીઓ આવ્યા હતા. અને બાબતે વાત કરી હતી. પરંતુ આ પહેલી વખતજ થયું છે. આવુ રેગ્યુલર નથી નિકળતુ આ બનાવ બનવાભોગ બન્યો અને તે પહેલી વખત થયું. જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો