તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢનાં 1317 અને ગીર - સોમનાથનાં 2259 કર્મીએ બેલેટ પેપરથી કર્યું મતદાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી ફરજમાં રહેલા કર્મીઓ પણ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે આવા કર્મીઓ માટે બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવતું હોય છે. જૂનાગઢ જિલ્લામાં 14 એપ્રિલથી ત્રિ દિવસીય બેલેટ પેપરથી મતદાનની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન 14 એપ્રિલ પ્રથમ દિવસે જૂનાગઢ જિલ્લાના 1317 કર્મીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જૂનાગઢમાં પ્રથમ દિવસે એમ.એમ. ઘોડાસરા મહીલા એન્ડ આર્ટસ કોલેજમાં મતદાન કામગીરી કરવામાં આવી હતી. જયારે 15 એપ્રિલે શામળદાસ ગાંધી ટાઉન હોલ અને જયશ્રી ટોકીઝ રોડ પાસેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બેલેટ પેપરથી મતદાન કરાયું હતું. આ તકે પોલીસ, હોમગાર્ડ, અેસઆરપી, જીઆરડી, એસટી સહિતના કર્મીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન 16 એપ્રિલે કર્મીઓ માટે મતદાનનો અંતિમ દિવસ હોય શહેરના શામળદાસ ગાંધી ટાઉન હોલમાં કર્મીઓ મતદાન કરશે. જયારે ગિર સોમનાથ જિલ્લામાં 90 - સોમનાથ, 91 - તાલાલા, 92 -કોડીનાર અને 93 - ઉના વિધાનસભા મતવિસ્તારના કુલ 2259 કર્મીઓએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી.

અન્ય સમાચારો પણ છે...