Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વીરપુર જલારામધામમાં આઈ.સી.ડી.એસ ઘટક જેતપુર દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી
વીરપુર : વીરપુર જલારામધામમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય પોષણ માસ તેમજ ૮ માર્ચ થી ૨૨ માર્ચ સુધી પોષણ પખવાડિયાની ઉજવણીના ભાગ રૂપે વીરપુર ગામે આઈ.સી.ડી.એસ ઘટક જેતપુર તાલુકા દ્વારા એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જે નાટકમાં ભવાઈ કલાકારો દ્વારા નાટકમાં બાળકોને પોષણયુક્ત ખોરાક તેમજ સ્વચ્છતા વિશેની જાગૃતિ લોકોમાં આવે તે માટે ભવાઈ કલાકારોએ પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં ઢોલ સાથે વીરપુરના લોકોને જાગૃતિ માટે સંદેશ આપ્યો હતો ,તેમજ વીરપુર આંગણવાડીની બહેનોએ પોષણ પખવાડિયા અંતર્ગત પોષણયુક્ત ખોરાક તેમજ યોગ,સ્વચ્છતા વગેરેને લગતા સ્લોગન બેનરો સાથે લોકોને જાગૃતિ માટે માહિતી આપી હતી સાથે સાથે લોકોને બાળકો,કિશોરીઓ,મહિલાઓને કુપોષણ-મુક્ત સ્વસ્થ અને સશક્ત કરવા રાષ્ટ્રીય પોષણ પખવાડિયા દરમિયાન દરેક ઘર સુધી યોગ્ય પોષણ નો સંદેશ મળે તે માટે “પોષણ શપથ” પણ લેવડાવવામાં આવ્યા હતા. એ કાર્યક્રમમાં જેતપુર બાળ વિકાસ અધિકારી શોભનાબેન લાડાણી તથા જેતપુર બ્લોક કો.કોર્ડિંનેટર બ્રિજેશભાઈ મહેતાની આગેવાની હેઠળ યોજાયો હતો.