ચોટીલામાં જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા યોજાઇ
ચોટીલા | જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6થી આગળના ધોરણમાં અભ્યાસ કરવા માટે પ્રવેશ પરીક્ષાઓ લેવાતી હોય છે. શનિવારે સરકારી શેઠ.જે.એસ.હાઈસ્કૂલ, ઉતરબુનિયાદી સ્કૂલ તેમજ એન.એન.શાહમાં પરીક્ષા યોજાઇ હતી. તાલુકાની વિવિધ શાળાના કુલ 505 બાળકોએ ભાગ લઇ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા આપી હતી.