તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેતપુર ડાઇંગ એસોસિએશન વારંવાર નિયમોમાં ફેરફાર કરતા ખેડૂતોમાં રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુર ડાઇંગ એસોસીએશન દ્વારા વારંવાર નિયોમાં કરતા ફેરફારો સામે જેતલસરના બાવપીપળીયા, ભાટગામ અને સુખપુર ગામના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોએ જો ૮ દિવસમાં પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર જઈને આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

જેતલસર પંથકના બાવપીપળીયા, ભાટગામ અને સુખપુરના ખેડૂતો સાથે જેતપુર ડાઈંગ એસોસિએશનની નીતિઓ ને લઈને ઉગ્ર વિરોધ કરાયો છે. આ ત્રણેય ગામના ખેડુતો અને મજદૂર વર્ગો સાથે ડાઈંગ એસોસીએસન મનમાની કરતા હોવાનુ જણાવ્યુ હતુ. ભાટગામ વોશિંગ ઘાટ પ્લાન શરૂ થયો ત્યારે કલેકટરની હાજરીમાં એવું કહેવામાં આવેલ કે ભાટગામ ધોલાઈ ઘાટ ટ્રીટમેન્ટ પલાન્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. તો પછી પણ સાદા ધોલાઈ ઘાટને બદલે આ બોઇલર વાળા સોફર કારખાનાની મંજૂરીઓ વોશિંગ ઘાટમાં મળી કેવી રીતે આ વિષય ઉપર તપાસ થવી જોઇએ. જો દિવસ ૮ માં જવાબ આપવામાં નહી આવેતો બધા ખેડૂતો અને મજૂરો એ પોતાની મંજૂરીઓ રદ કરી અને ટ્રીટમેન્ટ પ્લાન સદંતર બંધ થાય એવી રજુઆત કરી છે. અને એસોસીએસનના ખેડૂતો સાથેના ઉધતાઈ ભર્યા વર્તનની ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...