તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણમાં સફાઈ કામદારોનું ઉપવાસ આંદોલન બીજા દિવસે પણ યથાવત્

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એકબાજુ દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે બીજી બાજુ આ અભિયાનના પાયાના પથ્થર સમાન ગણાતા સફાઈ કામદારોની જ પડતર માંગણીઓ જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા આજદિન સુધી નજર અંદાજ કરી તેમની અવહેલના કરવામાં આવતી હોવાથી જસદણ નગરપાલિકાના તમામ સફાઈ કામદારો ગત તા.25થી નગરપાલિકા કચેરીના પટાંગણમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરી તમામ સફાઈ કામદારોની કાયમી ભરતી કરો અને બઢતીનાં નિયમો મુજબ સીધી ભરતી કરો તેવી માંગ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે. આ પ્રતિક ઉપવાસ આંદોલનના બીજા દિવસે પણ તમામ સફાઈ કામદારો ગયા વખતની જેમ આ વખતે નિરાકરણ સિવાય નમતું જોખવાના મુડમાં ન હોય તેવા ઘાટ જોવા મળ્યા હતા.

પાલિકાના તમામ સફાઈ કામદારો ઉપવાસ આંદોલન પર ઉતરી આવતા શહેર ગંદકીમય બની જવા પામ્યું છે

જસદણ નગરપાલિકાના તમામ સફાઈ કામદારો છેલ્લા બે દિવસથી પોતાની પડતર માંગણીઓ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતરી આવતા શહેરભરમાં સફાઈ કામગીરી અટકી પડી છે. જેના કારણે શહેરભરની શેરીઓ-ગલીઓમાં ચોમેર ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. જેથી જસદણ નગરપાલિકાના જવાબદારો દ્વારા તાકીદે શહેરભરમાં સફાઈ કામગીરી શરૂ કરાવવામાં આવે અન્યથા ગંદકીના પગલે શહેરભરમાં રોગચાળો ફાટી નીકળશે તેવી દહેશત નગરજનોમાં હાલ સેવાઈ રહી છે.

મોરબીમાં કાયમી કરવાની માંગ સાથે સફાઈ કર્મીઓએ થાળી વેલણ સાથે રેલી કાઢી આક્રોશ વ્યકત કર્યો
મોરબી નગરપાલિકામાં કોન્ટ્રાકટ આધારે કામગીરી કરતા રોજમદાર સફાઈ કામદારો ગત 18 ફેબ્રુઆરીથી સફાઈ કામગીરી બંધ કરી અચોક્કસ મુદતની હડતાલ ઉતરી ગયા છે. છેલ્લા 8 દિવસથી અલગ અલગ પ્રકારે રજુઆત કરતા આ સફાઈ કર્મીઓએ આજે 8માં દિવસે રોજમદાર સફાઈ કામદારોએ પોતીની પડતર માગણીઓ સંદર્ભે નગરપાલિકાથી ધારાસભ્યના કાર્યાલય સુધી થાળીવેલણના નાદ સાથે રોષપૂર્ણ રેલી કાઢી વિરોધ વ્યક્ત કર્યો હતો. મોરબી નગરપાલિકામાં સરકારના 11 માસના કરાર આધારિત સફાઈના 220 જેટલા કામદારો કાયમી કરવાની તથા વેતન વધારાની માગ સાથે ગત તા. 18 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. હડતાલ પર ઉતરેલા આ સફાઈ કામદારોની પાલિકા તંત્ર સાથેની વાટાઘાટ નિષ્ફળ જતા આજે આઠમા દિવસે પણ હડતાલ યથાવત રહી છે.છેલ્લા આઠ દિવસથી હડતાલ પર ઉતરીને સફાઈના કામો ઠપ્પ કરી દઈને હડતાલ દરમ્યાન દરરોજ નગરપાલિકા સામે ભારે વિરોધ પ્રદર્શન કરવા છતાં સરકાર અને તંત્રની ઊંઘ ન ઉડતા આજે બપોરે 200થી વધુ રોજમદાર સફાઈ કામદારોએ પાલિકા કચેરીથી ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કાર્યાલય સુધી થાળીવેલણના નાદ સાથે રેલી કાઢી હતી.

હાલ પાલિકાનું મહેકમ મંજૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે
1959 બાદ આજદિન સુધીમાં સેટઅપની ખાલી જગ્યાઓ પાલિકા દ્વારા ભરવામાં આવી જ નથી
જસદણ નગરપાલિકામાં 1959નું જુનું સેટઅપ 50 નું હતું. ત્યારબાદ આજદિન સુધીમાં સેટઅપની ખાલી જગ્યાઓ પાલિકા દ્વારા ભરવામાં આવી જ નથી. જસદણ નગરપાલિકાના સત્તાધારી અધિકારીઓ જ ઈચ્છતા નથી કે સફાઈ કામદારોની ભરતી થાય. ચીફ ઓફીસર જાણે સફાઈ કામદારોની મેટરથી અજાણ હોય તેમ બધા પ્રશ્રનોમાં અભ્યાસની વાતો કરે છે. જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર સફાઈ કામદારોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. હવે જો સફાઈ કામદારોનાં પડતર પ્રશ્નનો નિવેડો નહીં આવે તો જસદણમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. ત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થશે તેની સઘળી જવાબદારી જસદણ નગરપાલિકા અને સરકારની રહેશે. જીતુભાઈ બારૈયા, વાલ્મીકી સેના ગુજરાત પ્રમુખ

સફાઈ કામદારોની કાયમી કરવાની રજૂઆત છે. પરંતુ હાલ નગરપાલિકાનું મહેકમ મંજુર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેથી પ્રક્રિયા પૂર્ણ થયે ભરતીની નિયમાનુસાર કામગીરી કરવામાં આવશે. પરાક્રમસિંહ મકવાણા, ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો