તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણ નગરપાલિકા કચેરીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરી તમામ સફાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જસદણ નગરપાલિકા કચેરીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરી તમામ સફાઈ કામદારોની કાયમી ભરતી કરો અને બઢતીનાં નિયમો મુજબ સીધી ભરતી કરો તેવી માંગ સાથે ગત તા.17-4-2017માં સફાઈ કામદારો નગરપાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતરી આવ્યા હતા.

ત્યારે જસદણ નગરપાલિકા દ્વારા તમામ સફાઈ કામદારો આવનારી સામાન્ય સભામાં ઠરાવ કરી કાયમી કરી આપવાનો સમજુતી કરાર લખી આપવામાં આવતા ઉપવાસ આંદોલન સમેટાઈ ગયું હતું.

પરંતુ આજદિન સુધીમાં જસદણ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ બાહેંધરીની અમલવારી કરવામાં નહી આવતા નગરપાલિકાના તમામ સફાઈ કામદારો રોષે ભરાયા હતા. જેના ભાગરૂપે વાલ્મીકી સેના ગુજરાતના પ્રમુખ જીતુભાઈ બારૈયાએ તા.25 સુધીમાં તમામ સફાઈ કામદારોને કાયમી કરવામાં નહી આવે તો પ્રતિક ઉપવાસ આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. છતાં પણ પાલિકા તંત્રના જવાબદારોના પેટનું પાણી નહી હલતા પાલિકાના તમામ સફાઈ કામદારો પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતરી આવતા તંત્ર ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું.

અેક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ આ અભિયાનના પાયાના પથ્થર એવા સફાઇ કામદારોની તમામ માંગણીઓ નજર અંદાજ કરી તેમની અવહેલના થતી રહી છે ત્યારે આ વખતે સફાઇ કામદારો નિરાકરણ સિવાય નમતુ જોખવાના મુડમાં નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો