તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસદણ-વીંછિયા પંથકના પિક-અપ સ્ટેન્ડ બન્યા શોભાના ગાંઠિયા સમાન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જસદણ અને વિંછીયા પંથકમાં દિનપ્રતિદિન સમસ્યાઓમાં ઘટાડો થવાના બદલે વધારો થતો જોવા મળી રહ્યો છે અને જવાબદાર તંત્ર દ્વારા સમસ્યાઓનો નિકાલ કરવાના બદલે માત્ર ચુપચાપ તમાશો જોયા કરતા હોવાથી જસદણ-વિંછીયા પંથકની પ્રજા તોબા પોકારી ઉઠી છે. ત્યારે અધૂરામાં પુરૂ જસદણ-વિંછીયા પંથકનાં અનેક ગામોમાં સરકાર દ્વારા તેમજ રાજકીય નેતાઓ દ્વારા લોકોની સુવિધા માટે પીક-અપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, જસદણ-વિંછીયા પંથકનાં મોટા ભાગના બસ સ્ટેન્ડ હાલ શોભાના ગાંઠીયા સમાન બની જવા પામ્યા છે. કારણ કે લાખોના ખર્ચે પીક-અપ સ્ટેન્ડ તો બનાવવામાં આવ્યા છે. પરંતુ એસ.ટી. બસો મુસાફરોને લેવા કે ઉતારવા માટે બસ સ્ટેન્ડે બસ ઉભી રાખતા નથી અને મનફાવે ત્યાં બસ ઉભી રાખી મુસાફરો સાથે ઘરની ધોરાજી ચલાવતા હોવાથી તેનો ફાયદો ખાનગી વાહનોનાં ચાલકો લઈ રહ્યા છે. જાણે કે એસ.ટી.ના કર્મચારીઓ સાથે ખાનગી વાહનચાલકોને મનમેળ થઈ ગયા હોય તેમ ખાનગી વાહનો આવા પીક-અપ સ્ટેન્ડે મુસાફરો માટે ઉભા રહે છે. પરંતુ એસ.ટી. બસ વાળાને શું તકલીફ થાય છે તે સમજાતું નથી. જેથી જસદણ-વિંછીયા પંથકની જનતામાં એસ.ટી. વિભાગની મનમાની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને “સલામત સવારી, એસ.ટી. હમારી”ની વાતો માત્ર કાગળ ઉપર જ હોવાના લોકો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે.

મુસાફરોને પરાણે મોંઘી મુસાફરી કરવી પડી રહી છે

જસદણ-વિંછીયા પંથકમાં અનેક પીક-અપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. પરંતુ એસ.ટી. બસના કર્મચારીઓ આવા પીક-અપ સ્ટેન્ડ ઉપર બસ ઉભી રાખતા નથી ને ખાનગી વાહનો આવા પીક-અપ સ્ટેન્ડે મુસાફરોને લેવા-ઉતારવા માટે ઉભા રહેતા હોવાથી લોકો એસ.ટી. બસમાં મુસાફરી કરવાના બદલે ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે. જેના કારણે એસ.ટી. વિભાગને હાલ ભારે નુકસાન થઈ રહ્યું છે. છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી.

_photocaption_બસ સ્ટેન્ડ છે પરંતુ બસ અહીં ઉભી રહેતી નથી. }તસવીર : ભરત વરિયા*photocaption*
અન્ય સમાચારો પણ છે...