તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણના નિવૃત્ત શિક્ષક દંપતીએ વિદ્યાર્થીઓને પોતાના પેન્શનમાંથી યુનિફોર્મ સહિતનું દાન કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જસદણનાં લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા મગનભાઈ દેવરાજભાઈ વિરોજા અને તેમના પત્ની જયાબેન આ નિવૃત્ત શિક્ષક દંપતી પોતાના પેન્શનમાંથી અમુક રકમ કાઢી સમાજના જરૂરીયાતમંદોમાં વાપરી સેવાનું ભાથું બાંધી રહ્યા છે.

સામાન્ય રીતે સમાજના શ્રીમંતો પોતાની ધીંગી આવકને પગલે દાન-પુણ્યનું કામ કરી ગરીબોને મદદરૂપ બનતા હોવાથી તેમનું કામ આસાનીથી થઈ જતું હોય છે અને ગરીબ લોકોની તેમને નિઃશબ્દ આશીર્વાદ મળતા હોવાથી તેઓનું ઈશ્વર રખોપું કરતા હોય છે. જસદણમાં કેટલાય એવા ઉદાર દિલના લોકો છે. તેઓ સમાજના જુદીજુદી જરૂરીયાત વાળાને એક નવી આશાનું કિરણ આપતા હોય છે. આવા શહેરના સેવાભાવીઓ વચ્ચે એક નિવૃત્ત શિક્ષક દંપતી પોતાના પેન્શનની રકમમાંથી ઘણાં લોકોને હુંફ આપી રહ્યા છે. મગનભાઈ અને તેમના પત્ની જયાબેન હાલ પોતાની શિક્ષક તરીકેની નોકરીમાંથી નિવૃત્ત છે. પણ આ દંપતી નિવૃત્તિ પેન્શન ઉપર જીવન ગાળતા હોવા છતાં તેઓ વારંવાર ગરીબ વિદ્યાર્થીઓને અનેક રીતે મદદરૂપ બની રહ્યા છે. ખાસ કરીને તેઓ જસદણની અનેક સંસ્થાઓને મદદરૂપ બની બીજાના દુઃખમાં સહભાગી બની રહ્યા છે. આજે આ દંપતીએ જસદણ શહેરમાં જે માનવતા ગ્રુપ છે તેઓ બીમાર લોકોને સાધનોની સહાય કરે છે. તેમને રૂપિયા 8000 ની મદદ કરી આવી અનેક સંસ્થાઓને ફૂલ નહી તો ફૂલની પાંખડી રૂપે મદદ કરી કઈક કર્યાનો સંતોષ માને છે. નિવૃત્તિ પછી પણ સમાજમાં પોતાનું અમુલ્ય યોગદાન આપનારા આ દંપતીને લોકો બિરદાવી રહ્યા છે. વધુને વધુ યુવાનો આજના દોડધામભર્યા યુગમાં આગળ વધવા માટે અનેક પ્રયત્નો કરતા હોવા છતાં આર્થિક રીતે પગભર ન હોય ત્યારે અમુક મર્યાદા અનુભવતા હોય છે. એવા સંજોગોમાં શ્રીમતો તો થોડીઘણી રકમ આપે તો પણ વિદ્યાર્થીઓનું કલ્યાણ થઇ જાય ત્યારે નિવૃત્ત શિક્ષક દંપતિએ પોતાની બચતમાંથી વિદ્યાર્થીઓને ઉપયોગી થવાનુ કાર્ય કરી બતાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો