Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જસદણ પાલિકાની આજે મળશે સામાન્ય સભા
જસદણ | જસદણ નગરપાલિકાની આજે શનિવારે સવારે 10 કલાકે સભાખંડ ખાતે સામાન્ય સભા યોજાશે. આ સામાન્ય સભામાં જુદાજુદા વિભાગના 60 થી વધુ કામોના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈ.સ.1995 માં જસદણ નગરપાલિકા બની છે અને આટલા વર્ષોમાં હજુ પણ પાણી ચોરી રોકાય નથી. સાથે નગરપાલિકાની જગ્યાઓ પર ચોમેર દબાણો ખડકાયેલા હોવાથી લોકોને દરરોજ અથડાવું પડે એવી સ્થિતિ નિર્માણ પામી છે. 25 વર્ષમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ અને સાથે મળીને પણ રાજ કર્યુ છે. ચૂંટણી ટાણે પ્રજાના વિકાસની વાત કરી નગર સેવકો જયારે સામાન્ય સભામાં બેઠા હોય છે. ત્યારે મુંગા બની બેઠા રહે છે. જસદણ નગરપાલિકાની સામાન્ય સભા ફકત 5 મીનીટમાં અનેકવાર પુરી થઈ ગઇ છે. જસદણ શહેરમાં હાલ કેટલાય વિસ્તારોમાં ભૂગર્ભ ના પણ ઠેકાણા નથી અને હાલ નગરપાલિકામાં કાયમી ચીફ ઓફીસર પણ નથી. આવી અઢળક સમસ્યાં સામે સભા કેવો રંગ લાવે છે તેની પર પ્રજાની મીટ છે.