તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૈનાબાદ-ઝીંઝુવાડા રોડ બનાવો નહીં તો 6 ગામના લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈનાબાદ ઝીંઝુવાડા વચ્ચેનો રસ્તો 10 વર્ષથી ન બનાવાતા ઝીંઝુવાડા, વિસાવડી, નગવાડા, ધામા, ભલગામ અને ફત્તેપુર સહિત 6 ગામના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. મોટી સંખ્યામાં લોકોએ બેનરો સાથે રેલી યોજી તાકીદે આ રોડ નહીં બનાવવામાં આવે તો મતદાન બહિષ્કારની લેખિત ચિમકી સાથે મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો.

ઝીંઝુવાડા એ મીઠા ઉદ્યોગનું મોટું સેન્ટર છે વધુમાં ઝીંઝુવાડાથી રણમાં 25 કિ.મી.દૂર અૈતિહાસીક વાછડાદાદાની જગ્યા આવેલી છે આથી જૈનાબાદથી ઝીંઝુવાડા વચ્ચેનો 20 કિ.મી.નો રસ્તો કાયમ ટ્રાફિકથી ધમધમતો રહે છે. વધુમાં ઝીંઝુવાડા ગામની વસ્તી પણ અંદાજે 10,000ની હોવા છતાં છેલ્લા 10 વર્ષથી જૈનાબાદથી ઝીંઝુવાડા વચ્ચેના રસ્તાનું કામ આજ દિન સુધી ન થતાં ઝીંઝુવાડા સહિત વિસાવડી, નગવાડા, ધામા, ભલગામ સહિત ફત્તેપુરના ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. હાલમાં જૈનાબાદથી ઝીંઝુવાડા ગામ વચ્ચેના 20 કિ.મીના રસ્તામાં ઠેરઠેર મસમોટા ગાબડાઓ અને ખાડાઓ પડી ગયા છે. અગાઉ આ રસ્તો જીલ્લા પંચાયતમાં હતો ત્યારે વારંવાર રજૂઆત કરતા જવાબ મળતો કે આ રોડ રાજ્ય સરકાર હસ્તક લેવામાં આવ્યો છે આથી જ્યારે મંજૂરી મળશે ત્યારે કામ ચાલુ કરાશે. બાદમાં આ રોડ સ્ટેટમાં મંજુર થતાં તે કામનું ટેન્ડર અને વર્ક ઓર્ડરનું કામ ચૂંટણી પહેલા મંજુર થઇ ગયું હતું અને આચારસંહિતા પહેલા રોડની સાઇડના જંગલ કટીંગનું કામ પણ અંદાજે 15 દિવસ ચાલીને બંધ કરી દેવાયું હતુ. આ અંગે રજુઆત કરતા ચૂંટણી આચારસંહિતાના કારણે તમામ કામ બંધ કરાયું હોવાનો જવાબ મળતા રોષે ભરાયેલા ગ્રામજનોએ હાથમાં ચૂંટણી બહિષ્કારની ચિમકી સાથે સૂત્રોચ્ચાર બોલાવી પાટડી મામલતદારને લેખિત આવેદનપત્ર આપી આ રોડનું કામ તાકીદે ચાલુ કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...