વાંકાનેરમાં 10% અનામતનું સર્ટિફિકેટ ઈસ્યૂ કરવાની કામગીરી હાથ ધરાઈ
આથિઁક પછાત વર્ગના પરિવારોને નોકરી તથા શિક્ષણ માટે આઠ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો માટે 10% અનામત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી વાંકાનેર તાલુકા તથા શહેરના સવર્ણ માટે સર્ટિફિકેટ ઈસ્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગ્રામ્ય વિસ્તારના લોકો માટે તાલુકા પંચાયત કચેરી ખાતે તથા શહેરી વિસ્તારના લોકો માટે મામલતદાર કચેરીએથી 10% સવર્ણ અનામતનુ સર્ટિફિકેટ ઈસ્યુ કરવામા આવી રહ્યા છે. 10% સવણઁ અનામતની જાહેરાત બાદ વાંકાનેરમા અનામત સર્ટિફિકેટ કાઢી આપવાની કામગીરી ચાલુ કરવામા આવી હતી. સવર્ણ માટે આ સટિઁફિકેટ મેળવવા માટે સરકાર દ્વારા નિયત કરેલી આઠ લાખ રૃપિયાની વાષિઁક આવકથી ઓછી આવક ધરાવતા લોકો માટે આ સટિઁફિકેટ મળવાપાત્ર છે.
આવક માટે કોઇ દસ્તાવેજ ન હોય તો સોગંદનામું જરૂરી
આ સટિઁફિકેટ મેળવવા માટે સરકાર દ્વારા નિયત ફોર્મ ભરવાનુ થાય છે. જેમા આવક સહિતની તમામ વિગતો ભરવાની હોય છે. સાથે સવર્ણ જ્ઞાતિની ખરાઈ કરવા માટે પિતા તથા સટિઁફિકેટ મેળવનારના સ્કૂલ લીવીંગ સટિઁફિકેટ, આધારકાડઁ અને જો આવક માટેનુ કોઈ દસ્તાવેજ ન હોય તો સોગંદનામુ કરવુ પડે તેમ જણાવ્યુ છે. સંદિપ વર્મા, મામલતદાર, વાંકાનેર
શહેરીમાં 200 તાલુકામાં 70 સર્ટિફિકેટ અપાયા
વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયત કચેરી દ્વારા અંદાજે 70 સર્ટિફિકેટ ઈસ્યુ કરવામા આવ્યા છે. તથા શહેરી વિસ્તાર મા અંદાજે બસ્સો જેટલા સટિઁફિકેટ ઈસ્યુ થયા છે. વી.કે.ગઢવી, તાલુકા વિકાસ અધિકારી