ખેડૂતોને જમીન સંપાદનનું વળતર ચુકવવા ધારાસભ્યની રજુઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર¿ તળાજા તાલુકાના પાણીયાળી તેમજ ઘોઘા તાલુકાના કુકડ અને કંટાળા ગામના 49 જેટલા ખેડૂતોની જમીન જસપરા-માંડવા સિંચાઇ યોજનામાં સંપાદન કરવામાં આવી હતી.આ ત્રણેય ગામના ખેડૂતોને મળવા પાત્ર વળતરની રકમ ચુકવવા કોર્ટના આદેશ મુજબ સિંચાઇ યોજના વર્તુળ ભાવનગર દ્વારા નર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગરને દરખાસ્ત કરવામાં આવી હતી પરંતું સંપાદનને લાંબો સમય થયો હોય રકમ ચુકવાઇ નથી જેથી ખાતેદારોને ચુકવવાની થતી રકમ દરખાસ્ત પ્રમાણે રૂ.9,40,70,348 અંગે નિર્ણય કરવા તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમ્યાન રજુઆત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...