તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવા તાલુકામાં ઇન્ટરનેટ કનેક્ટીવીટી મેળવવામાં ફાંફાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો | 11 જાન્યુઆરી

મહુવા તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે. નાણાની અછત અને સરકારની કેશલેસ ટ્રાંજેક્શનનો આગ્રહથી લોકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યાં છે. મહુવા તાલુકાના મોટા ભાગના ગામોમાં નેટ કનેક્ટીવીટી પ્રાપ્ત નથી. સ્માર્ટફોન વાપરનાર વર્ગ ઓછો છે અને મહુવા શહેરમાં ઇન્ટનેટ કનેક્ટીવીટી મેળવવા મુશ્કેલી પડે છે જ્યારે ગ્રામજનોને કવરેજ મેળવવા ફાંફા મારવા પડે છે.

કેશલેસ ટ્રાંઝેક્શન માટે સૌપ્રથમ નેટ કનેક્ટીવીટી અને PGVCLના પાવરનુ સાતત્ય જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો ધીમે-ધીમે કેશલેસ ઇ-ટ્રાંઝેક્શન સ્વીકારી રહ્યા છે પરંતુ કેશલેસ વ્યવહારોના નિયમો અને જોખમોથી અજાણ ગ્રામ્ય લોકો ઉલ માંથી ચુલમાં હોય તેવો ઘાટ ઘડાઇ રહ્યો છે. કેશલેસ ટ્રાંઝેક્શન માટે સૌપ્રથમ નેટ કનેક્ટીવીટી માટે બ્રોડબેન્ડ તથા મોબાઇલ માટે 3જી-4જી કનેક્ટીવીટી કે Wi-Fi નેટવર્ક જરૂરી છે. મહુવા નગરપાલિકાએ મહુવા શહેરને Wi-Fi કરવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા તેમ છતા દોઢ વર્ષથી નાગરિકોને Wi-Fi કનેક્ટીવીટી મળી નથી. નોટબંધી બાદ કેશલેસ ટ્રાંઝેક્શનનો ક્રેઝ વધી રહ્યો છે, જ્યારે લોકો મોબાઇલ કે Wi-Fi રાઉટરની મદદથી નેટ બેંકીગ કરે ત્યારે હેકરોને તક આપે છે અને મિનિટોમાં હેકરો એકાઉન્ટ હેક કરી નાણા ગાયબ કરી નાખે તેવી શક્યતાઓ વધી જશે.

ગ્રામ્ય લોકો માટે કેશલેસ ટ્રાંઝેક્શનની સુવિધા ઉભી કરવા ઇ-ગ્રામ સેન્ટરો રાજ્ય ભરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી શરૂ કરવામાં અાવી છે. ભાવનગર જીલ્લામાં 322 ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ સુવિધા કાર્યરત છે. જે પૈકી 42 ગામોમાં ઓનલાઇન ટ્રાંઝેક્શનની કામગીરી કાર્યરત કરવા તૈયારીઓ ચાલી રહી છે. જેથી જે ગામોમાં ઇ-ગ્રામ સેન્ટરો નથી ત્યા ઇન્ટરનેટ કનેક્ટીવીટી કઇ રીતે પહોચશે અને આ 322 સેન્ટરો ઉપર ક્યારે ઓનલાઇન ટ્રાંઝેક્શન સુવિધા ઉપલબ્ધ થશે? વળી, અન્યના અથવા તો જાહેર ઇન્ટરનેટ ઉપર નેટ બેંકીગ કરવાથી હેકરોને તક મળશે.

આ અંગે કાર્યક્રમો યોજી અપગ્રેડ કરવા જરૂરી
હાલના સમયમાં નાણાની તંગીમાં કેશલેસ વ્યવહારમાં ગ્રામજનોને સુવિધા તાલીમ અને જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજી અપગ્રેડ કરવાની જરૂર છે. તે પહેલા તો જરૂર છે ઇન્ટરનેટ કનેક્ટીવીટીની ! તેમજ પી.જી.વી.સી.અેલ.ના પાવર સાતત્યની.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો