તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરહદે તંગ પરીસ્થિતિને લઈ ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર વાહનોનું સઘન ચેકિંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારત દ્વારા પાકિસ્તાન પર હવાઈ હુમલો કરાયા બાદ અગમચેતીના ભાગ રૂપે કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં ધ્રાંગધ્રા પોલીસ દ્વારા કચ્છ તરફથી આવતા જતા વાહનોનુ સધન ચેકીંગ હાથ ધરી તેમાં બેઠેલા મુસાફરોની માહિતી તપાસ કરવામા આવી હતી.

ભારત હવાઇ દળે આતંકવાદી પ્રવૃત્તીને ડામવા પાકિસ્તાનમાં આતંકી કેમ્પ પર હવાઈ હુમલો કરાયા બાદ સરહદ પર તંગ પરીસ્થીતી જોવા મળી રહી છે. ત્યારે કચ્છ પાસે પાકિસ્તાની બોર્ડર આવેલ છે. અને ધ્રાંગધ્રામાં આર્મીબ્રીગેડ હોવાથી આગમચેતીના ભાગરૂપે કચ્છ તરફથી આવતા અને જતા વાહનોનુ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કામગીરી કરવામા આવી રહી છે. જેમાં વાહન ચાલકો અને અંદર બેઠેલા મુસાફરોના પણ આધાર પૂરાવા ચકાસણી કરાઇ રહ્યા છે. આ અંગે ધ્રાંગધ્રા સીટી પીઆઈ ખુમાનસિંહ વાળાએ જણાવ્યું કે વાહનોનું ચેકિંગ કામગીર કરી ચાલક અને મુસાફરોની માહીતી ચેક કરવામાં આવી હતી.

વાહન ચાલકો અને મુસાફરોએ પોતાના ઓળખકાર્ડ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ સાથે રાખવા જેથી તકલીફ ન પડે ચેકીંગ કામગીરી ચાલુ રહેશે.

ધ્રાંગધ્રામાં કચ્છ તરફથી આવતા જતા વાહનોનુ સધન ચેકિંગ કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો