તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં મિલકત માપણીની રિસર્વેની કામગીરીનો પ્રારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી નગરપાલિકા દ્રારા પાલિકા વિસ્તારમાં આવતી તમામ મિલકતની સાચી હકીકત ખ્યાલ આવે અને આધુનિક ટેકનોલોજીની મદદથી જે તે મિલ્કતની સ્થિતિ જાણી આગામી સમયમાં મોરબીના ટીપી પ્લાન અંગે કામગીરીમાં મદદરૂપ થાય તેવા હેતુથી જાન્યુઆરીથી તમામ મિલકત માપણીનો રીસર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. નગર પાલિકા તંત્રએ તમામ આસમીઓને મિલકતના વેરાની પહોંચ તથા પ્રોપર્ટીકાર્ડની નકલ સર્વેટીમને આપવા તથા તમામ પ્રકારનો સહયોગ આપવની અપીલ કરી છે.

મોરબી નગરપાલિકા તંત્રે મિલકત માપનીના રીસર્વેની કામગીરી હાથ ઉપર લીધી છે અને જાન્યુઆરીથી મોરબીમાં તમામ મિલકતોની માપણીનો રીસર્વે હાથ ધરવામાં આવ્યો છે. સરકાર દ્વારા નિમાયેલી કંપની દ્વારા રિસર્વેની માપણીની કામગીરી હાથ ધરાશે. તમામ મિલકતધારકોને પોતાની મિલકતની માપણી કરાવી નવી માપણી મુજબના કાર્પેટ એરિયા બેઇઝ પધ્ધતિના વેરો ભરવાનો રહેશે. શહેરીજનોને તેમની મિલકત વેરા ભર્યાની પહોંચ અને સિટીસર્વે પ્રોપર્ટીકાર્ડની નકલ સર્વેટીમને રજુ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...