તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતની વાયુસેનાએ પીઓકેમાં આતંકી કેમ્પો ફૂંકી માર્યા બાદ બુધવારે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભારતની વાયુસેનાએ પીઓકેમાં આતંકી કેમ્પો ફૂંકી માર્યા બાદ બુધવારે પાકિસ્તાન તરફથી પણ વળતો પ્રહાર કર્યાની ચર્ચા વચ્ચે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પીપળી,વાંકાનેરનાં રાણેકપર ગામ અને માળિયા તાલુકાનાં કેટલાક ગામમાં આકાશમાં પ્લેનમાંથી કોઈ ચમકતી વસ્તુ નીચે પડી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું .કેટલાક ગામ લોકોએ પોલીસને જાણ કરતા જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.

એસપીની આગેવાનીમાં એસઓજી સહિતનાએ ગામની વાડી વિસ્તારમાં ફરી વળ્યો હતો અને ચેકિંગ કર્યું હતું. જોકે કોઈ શંકાસ્પદ ચીજ મળી ન હતી. આવી જ ચર્ચાએ વાંકનેર તાલુકાના રાણેકપરમાં પણ જોર પકડ્યું હતું. ત્યારબાદ વાકનેર પોલીસે પણ ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જો કે ત્યાં પણ કોઈ શંકાસ્પદ ચીજ હાથ લાગી ન હતી. આ અંગે ટંકારા તાલુકામાં પણ ચમકતી ચીજ નીચે પડી હોવાની વાત વહેતી થઇ હતી. આ અંગે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા અને જો કાંઈ પણ આપત્તિજનક જણાય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો