તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત દ્વારા પાકિસ્તાનના આતકંવાદી કેમ્પો પર હવાઈ હુમલો કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભારત દ્વારા પાકિસ્તાનના આતકંવાદી કેમ્પો પર હવાઈ હુમલો કરી તહેશનહેશ કરવાના બનાવ બાદ અગમચેતીના ભાગ રૂપે ધ્રાંગધ્રા આર્મી કેમ્પની સુરક્ષા વધારી હતી. જેમાં કેમ્પમાં આવન જાવન પર પ્રતિબંધ લગાવવામા આવતા કેમ્પની અંદર ભારે ચહલપહલ જોવા મળી છે.

કાશ્મીરના પૂલવામા આતંકી હુમલા બાદ ભારત દ્વારા જવાબી કાર્યવાહી કરી પાકિસ્તાની આતંકવાદી કેમ્પો પર હવાઈ હુમલો કરાયા છે. ત્યારબાદ સરહદો પર તંગ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આથી ધ્રાંગધ્રા આર્મી કેમ્પમાં સુરક્ષામાં વધારો કર્યા બાદ કચ્છ કે રાજસ્થાની બોર્ડર ગમે ત્યારે પાકીસ્તાન દ્વારા હુમલો કરવાની ચેષ્ટા કરે તો તેને જવાબી કાર્યવાહી કરવા માટે ધ્રાંગધ્રાની આર્મીની બ્રિગેડ ગણતરીના સમયમાં રણ વિસ્તારમાં મોકલી શકાય. તેના ભાગરૂપે ધ્રાંગધ્રા આર્મી કેમ્પમાં તૈયારી જોવા મળી રહી છે. અને બહાર આવવા જવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો