તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંભવિત સ્થિતીને લઈ માંગરોળ બંદરે દરિયાઇ સુરક્ષામાં વધારો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુલવામાં આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે હાલ તણાવભર્યો માહોલ છે. સંભવિત સ્થિતિને ધ્યાને લઈ જુદા જુદા વિભાગોને એલર્ટ કરાયા છે. ત્યારે અત્યંત મહત્વની દરિયાઈ સુરક્ષા અંતર્ગત માંગરોળ બંદરે માછીમારોને જાગૃત તેમજ સતર્ક રહેવા સુચના અપાઈ છે.

બુધવારે મત્ત્સ્યદ્યોગ અધિક્ષક પી.વી. રાડા, ફીશરીઝ ઓફીસર પી.ડી.ખેર, મરીન પોલીસ, ખારવા સમાજના પટેલ પરસોતમભાઈ ખોરાવા તેમજ આગેવાનો, માછીમારોની બેઠક મળી હતી. જેમાં સુરક્ષા એજન્સી દ્વારા થઈ રહેલા પેટ્રોલીંગ વચ્ચે માછીમારોએ રાખવાની તકેદારી અંગે સુચનાઓ આપવામાં આવી હતી. જેમાં આઈએમબીએલ નજીકનો ફીશીંગ ઝોનમાં માછીમારી કરવા ન જવું, શંકાસ્પદ બોટ ધ્યાને આવે તો સ્થાનિક મરીન પોલીસ, કોસ્ટગાડ કે નેવીનો તાબડતોબ સંપર્ક કરવો, સંકટ સમયે મરીન કોસ્ટલ સિકયુ. કે કોસ્ટગાર્ડના ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરવો, અજાણી વ્યક્તિ બોટના ટંડેલને કોઈ પણ પ્રકારનું પ્રલોભન કે મદદ માગે તાત્કાલિક કંટ્રોલરૂમને જાણ કરવા તેમજ માછીમારી કરવા જતા ટંડેલ અને ખલાસીઓને જરૂરી તમામ દસ્તાવેજો, ઓળખકાર્ડ સાથે રાખવા સુચનાઓ અપાઈ હતી. આમ ભારતીય એરફોર્સ દ્વારા આતંકીઓનો ખાત્મો કર્યા બાદ પાકિસ્તાન વળતો હુમલો કરે તે પહેલાં પંથકને સતર્ક કરી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો