જોરાવરનગરમાં સતવારા બોર્ડીગ અને કન્યા છાત્રાલયનો ઉદ્્ઘાટન સમારોહ

Limbadi News - inauguration ceremony of satvara boarding and girls hostel in joravarnagar 063522

DivyaBhaskar News Network

May 26, 2019, 06:35 AM IST
ઝાલાવાડ સતવારા સમાજ દ્વારા જોરાવરનગરમાં એક કરોડથી વધુની ખર્ચે તૈયાર થયેલી બોર્ડીંગ અને કન્યા છાત્રાલયનું ઉદ્દઘાટન મુખ્યમંત્રીના હસ્તે 5 જૂને કરવામાં આવશે. ઉદ્દઘાટન સમારંભ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમ માટે સતવારા સમાજના આગેવાનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ગામો-ગામ ફરીને કંકોત્રી વિતરણ કરવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર આનંદ ભવન નજીક એક કરોડથી વધુના ખર્ચે નવ નિર્માણ પામેલ ઝાલાવાડ સમસ્ત સતવારા સમાજ બોર્ડીગ અને કન્યા છાત્રાલયનું ઉદ્દઘાટન સમારોહ તા.5 જૂનને બુધવારે યોજાશે. નવા મકાનનું ઉદ્દઘાટન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે અનેક કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં સવારે 6 વાગ્યે યજ્ઞ, 9 વાગ્યે ઉદ્દઘાટન, 9.30 કલાકે જ્ઞાતિસભા, મહાપ્રસાદ યોજાશે. આ સમારોહમાં સાધુ-સંતો, રાજકીય આગેવાનો, દાતાઓ સહિત નામી-અનામી લોકો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે હાથથાળ અને હસ્તકલા નિગમ ચેરમેન શંકરભાઈ દલવાડી, ધીરૂભાઈ દલવાડી, દલસુખભાઈ ચૌહાણ, સતવારા સમાજના પ્રમુખ કાળુભાઈ પરમાર સહિતના લીંબડી-ચુડા-સાયલા તાલુકાના અંકેવાળીયા, બોડીયા, શિયાણી, ખંભલાવ, પાણશીણા, ભ્રગુપુર, ચોકડી, કંથારીયા, વખતપર, ડોળીયા, આયા, સહિતના ગામોમાં ડીજેના તાલ સાથે ફરી આમંત્રણ પત્રિકાનું વિતરણ કરી રહ્યા છે.

આમંત્રણ પત્રિકા સતવારા સમાજના આગેવાનોને પાઠવી હતી.

X
Limbadi News - inauguration ceremony of satvara boarding and girls hostel in joravarnagar 063522
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી