તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપુરતી અરજીથી શેત્રુંજી સિંચાઇ યોજનામાં પિયતના પાણી માટે વિલંબની શક્યતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તળાજા બ્યુરો | 12 જાન્યુઆરી

તળાજા,મહુવા,પાલીતાણા,ઘોઘા સહીત શેત્રુંજી નહેર કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને શિયાળુ પિયત માટે પાણી છોડવા માટેની ભલામણ માટે ગત તા.28/11નાં રોજ શેત્રુંજી ખાતે સિંચાઇ સલાહકાર સમિતિનાં સભ્યો, પ્રજાનાં પ્રતિનિધીઓ પિયત મંડણીઓનાં પદાધિકારીઓ ખેડૂતોની મળેલ મીટીંગમાં વિસ્તારનાં ખાતેદારોમાં 50 ટકા ફોર્મ ભરાય તો તા.15/1નાં રોજ જમણા અને ડાબા કાંઠામાં પાણી છોડવાનો નિર્ણય થયો હતો.

રબી પિયત માટે જાહેર કરાયેલ અધિસુચના મુજબ શેત્રુંજી સિંચાઇમાંથી મહત્તમ 11,600 હેક્ટરમાં સિંચાઇ થઇ શકે માટે તા.5/12 થી તા.10/1/2020 સુધીમાં પિયત માટેની અરજીઓ સ્વિકારવામાં આવશે. તેમ જાહેરાત કરી સિંચાઇ વિસ્તારનાં 50 ટકા વિસ્તાર મુજબ કુલ 5,800 હેકટર જેટલા આગોતરા અરજી ફોર્મ આવ્યેથી તા.15/1/2020નાં રોજ જમણાને ડાંબા કાંઠામાં પાણી છોડવાનો નિર્ણય થયો હતો. પરંતુ સિંચાઇ વતુર્ળ વિભાગમાં મળેલ માહિતી મુજબ તા.10/1 સુધીમાં નક્કી થયેલ પિયતનાં ફોર્મ 50 ટકાને બદલે નહીવત ભરાયા હોવાનું જાણવા મળેલ છે. જેથી આગામી 15/1/2020નાં રોજ શેત્રુંજી ડેમમાંથી રબી પિયત માટે પાણી છોડવાનાં નિર્ણય પર હાલ પ્રશ્નાર્થ લાગી ગયો હોય તેમ જણાઇ રહ્યું છે.

આ બાબતે શેત્રુંજી સિંચાઇ યોજનાનાં ઇન્ચાર્જ કા.પા.ઇજનેર જી.એચ.લાખણોત્રાનાં જણાવ્યા મુજબ ખેડૂતોને શિયાળુ પિયત માટે પાણીની જરૂરિયાત હોય તો ફોર્મ ભરવાની ઝુંબેશ આદરવી જોઇએ તેમજ પાણીનો મહત્તમ સિંચાઇ માટે ઉપયોગ થાય અને વેડફાડનો થાય તે માટે ખેડૂતોએ પોતાનાં ધોરયા રીપેર કરી સાફ સુથરા રાખવા માટેની અપીલ પણ કરવામાં આવેલ છે.

નિયત કરતા નહિવત ફોર્મ જ ભરાયા
 શેત્રુંજી જળાશયમાંથી રબિ પિયત માટેની સિંચાઇ સલાહકાર સમિતિની બેઠકમાં પિયત માટેનાં 5,800 હેક્ટર માટે અરજી ફોર્મ તા.10-1 સુધીમાં ભરાય તો તા.15-1ના રોજ પાણી છોડવાનો નિર્ણય કરાયો હતો પરંતુ તા.9-1 સુધીમાં જમણાકાંઠા નહેરમાં 42 હેક્ટર અને ડાબા કાંઠા નહેરમાં 61 હેક્ટરના જ ફોર્મ ભરાયા છે જે ટાર્ગેટ કરતા બે ટકા થયા હતા જેથી ખેડુત ખાતેદારોને પૂરતા ફોર્મ ભરી દેવા અપીલ કરવામાં આવે છે જેથી સમયસર પાણી છોડવાનો નિર્ણય થઇ શકે. જી.એચ.લાખણોત્રા, ઇન્ચાર્જ કા.પા.ઇજનેર સિંચાઇ વર્તુળ, ભાવનગર

હાલ રબિ ખેતી માટે પિયતની જરૂર છે
આ વર્ષે સરેરાશથી વધુ વરસાદ પડયો હોવા છતાં શેત્રુંજી જળાશયમાં 32.5 ફુટ પાણી ભરાયું હતું. જેમાંથી પીવાનાં પાણી માટેનો વપરાશ અને બાષ્પીભવનને કારણે હાલ જાન્યુઆરીનાં પ્રથમ અઠવાઢીયા અંતે 31 ફુટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાંથી તળાજા સહિત શેત્રુંજી નહેર કમાન્ડ વિસ્તારમાં હાલ ઉભેલા કપાસ, ડુંગળી, ઘઉં, જુવાર તથા કઠોળની શિયાળુ ખેતી માટે પિયત આપવાનો સમય થઇ ગયો છે. શેત્રુંજી ડેમમાંથી યોગ્ય માત્રામાં પાણી છોડવામાં આવે. તેમજ જરૂરિયાત વાળા તમામ ખેડૂતો વધુને વધુ ફોર્મ ભરી દઇને નિયત ટાર્ગેટ પુરો કરી સહકાર આપે તો શિયાળુ પિયતનો મહતમ લાભ મળી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો