વાંકાનેરમાં પણ દ્વિચક્રી વાહનોના વેંચાણ સાથે ગ્રાહકોને હેલ્મેટ અપાતુુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંકાનેરમાં પણ દ્વિચક્રી વાહનોના વેંચાણ સાથે ગ્રાહકોને હેલ્મેટ અપાતુુ નથી. મોટરસાયકલના પાસિંગ માટે હેલ્મેટનું બીલ રજૂ કરવું ફરજીયાત છે પરંતુ વિક્રેતાઓ ખોટુ બીલ રજૂ કરતા હોવાનો ગોકીરો મચ્યો છે અને આરટીઓ કચેરી દ્વારા પાસિંગ પણ કરી દેવામાં આવતા હોવાનું ચર્ચાય રહ્યું છે.

હેલ્મેટના નિયમો બાબતે મોરબી આરટીઓ કચેરીના અધિકારી પટેલે જણાવ્યુ હતુ કે, સરકારી નિયમ મુજબ નવા મોટરસાયકલના વેંચાણ સાથે હેલ્મેટ આપવુ ફરજિયાત છે, પરંતુ સામાન્ય રીતે નિયમોનું સંપૂર્ણ પાલન થતું નથી.

વાંકાનેર અને તાલુકાના આસપાસના વિસ્તારમાં દર મહિને સરેરાશ 150 થી વધુ મોટરસાયકલનું વેંચાણ થાય છે. વાંકાનેર શહેરમાં મુખ્ય ત્રણ વિક્રેતાઓ દ્વારા મહત્તમ મોટરસાયકલનું વેંચાણ કરવામાં આવે છે, પરંતુ એક પણ વિક્રેતાઓ દ્વારા મોટરસાયકલની ખરીદી સાથે ગ્રાહકને હેલ્મેટ આપવામાં આવતુ નથી છતાં પણ દરેક મોટરસાયકલનું નિયમિત રીતે પાસિંગ મોરબી આરટીઓ કચેરી દ્વારા કરી આપવામા આવે છે. આમ સરકારી કચેરીના અધિકારીઓ દ્વારા જ સરકારી નિયમોનુ ઉલ્લંઘન કરવામા આવે છે તેવુ સ્પષ્ટ જણાઈ આવે છે. ગુજરાત સરકાર દ્વારા જનતાની સુરક્ષા માટે અનેક પ્રકારના નવા નવા પ્રયોગો કરવામાં આવે છે, પરંતુ વાડ જ ચીભડા ગળે તેવો મોરબી આરટીઓ કચેરીનો વહિવટ ચાલે છે. મોરબી આરટીઓ અધિકારી જે.કે.પટેલના જણાવ્યા મૂજબ કોઈ ડિલર દ્વારા મોટરસાયકલની ખરીદી સાથે ગ્રાહકને હેલ્મેટ આપવામાં નથી આવ્યુ તેવી ફરિયાદ આવે તો તે ડિલર સામે કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...