વંથલી તાલુકામાં ગુનાખોરીને નાથવા કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વંથલી તાલુકામાં ગુનાખોરીને નાથવા કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી તેમજ વંથલી પોલીસ સ્ટેશનમાં સ્ટાફની ઘટ હોય પોલીસને કામગીરીમાં તકલીફ પડતી હોય તાત્કાલિક સ્ટાફની નિમણુંક કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આ લોકદરબારમાં પી. આઈ. ગામેતી, પી. એસ. આઈ. ચૌહાણ, પી. એસ. આઈ. ઓડેદરા, આગેવાનો, વેપારીઓ, જ્ઞાતિ અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વંથલી તાલુકામાં ગુનાખોરીને ડામવા કડક કાર્યવાહી કરાશે. લોક દરબારમાં લોકોને ખાત્રી આપતાં એસ. પી. એ જણાવ્યું હતું કે વંથલી તાલુકામાં ચોરી, ટ્રાફિક, દારૂનું દુષણ તેમજ અસામાજિક તત્વો સામે ટૂંક સમયમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી વંથલી તાલુકાની પ્રજાને સલામતીનો અહેસાસ કરાવવામાં આવશે. સાથે ગુનેગારોને છાવરવા કે બચાવવા માટે તેમજ રાજકીય કે અંગત લોકો પોલીસને ભલામણ ન કરે તેવી તાકીદ કરી હતી. તસ્વીર - ધનેશ રાચ્છ

અન્ય સમાચારો પણ છે...