વાંકાનેર તાલુકાના દલડી ગામે પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંકાનેર તાલુકાના દલડી ગામે પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ ગુજારી ઘરમાં પુરી ઢોર માર માર્યો હતો. જેથી પરણિતાને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

વાંકાનેરના દલડી ગામે રહેતી નસીમબેન મહેબુબભાઇ પરાસરા (ઉં.વ. 35) પરિણીતાને તેના પતિ મહેબૂબ મહંમદ પરાસરા, સસરા મહંમદ પરાસરા, દિયર નિઝામ મહંમદ પરાસરા અને દેરાની આશિયાના નિઝામ પરાસરાએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ઘરમાં પૂરી બેફામ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ મારામારીમાં પરણિતાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડી હતી.

પૂછપરછમાં હુમલાખોર પતિ મેહબૂબ પરાસરાના નસીમબેન સાથે આ ત્રીજા લગ્ન છે અને લગ્ન થયાને દસ મહિના જેટલો સમયગાળો થયો છે. તેમજ પત્ની નસીમબેનને અવારનવાર ત્રાસ આપી માર મારતાં હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...