તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊના પંથકના સનખડા ગામે ખુંખાર દીપડો પાંજરે પુરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના તાલુકાના સનખડા ગામે ખાલહા વિસ્તારમાં ખૂંખાર દિપડો પાંજરે પુરાયો. સનખડાની કુમાર શાળા તેમજ હાઇસ્કુલની પાછળનો વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી દીપડો આંટાફેરા કરતો હોય જેના કારણે દિવસ દરમિયાન વાડી વિસ્તારના ખેડૂતોમાં તેમજ શાળાના વિદ્યાર્થીઓમાં ભય જોવા મળેલ હતો. જેથી આ વિસ્તારના લોકોએ વનવિભાગને જાણ કરી હતી. જ્યારે આ ખૂંખાર દીપડાને પાંજરે પૂરવા માટે વનવિભાગના કર્મચારી વિરાભાઈ તેમજ બીટગાર્ડ સોલંકી દ્વારા આ વિસ્તારમાં પાંજરૂ મુકેલ હતું. અને ગતરાત્રીના દીપડો શિકારની લાલચમાં આવતો ખૂંખાર દીપડો પાંજરે પુરાય ગયો હતો. અને દીપડાને જશાધાર એનીમલકેર સેન્ટર ખાતે ખસેડેલ. જ્યારે આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ પસવાળાની સીમ વાડી વિસ્તારમાં દીપડાની રંજાડ હોય ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હોય વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં પણ પાંજરૂ મુકવામાં આવે તેવી ખેડૂતોની માંગણી ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...