તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીપળી ગામમાં એરંડાના વાવેતરમાં સંતાડેલો દારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ સહિતની ટીમે બાતમીના આધારે પાટડી તાલુકાના પીપળી ગામની સીમમાં દારૂનો દરોડો પાડ્યો હતો. જેમાં સીમમાં એરંડાના વાવેતરમાં સંતાડેલ વિદેશી દારૂની 120 બોટલો સાથે કુલ રૂ. 31,800નો મુદામાલ જબ્બે કર્યો હતો. જ્યારે આરોપી ફરાર થઇ જવામાં સફળ થયો હતો.

સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે મળેલી બાતમીના આધારે પાટડી તાલુકાના પીપળી ગામની સીમમાં દેગામ તરફ જવાના રસ્તે સુરીયા તલાવડી આગળ સુરીયાવાડી તરીકે ઓળખાતા ખેતરમાં વાવેલ એરંડાના પાકમાં સંતાડેલા પીપળી ગામના સલમાનખાન અમીરખાન મલેકે ગેરકાયદેસર પાસ પરમીટ વગરની વિદેશી દારૂની બોટલો નંગ- 96, કિંમત રૂ. 28800 અને બિયર ટીન નંગ-24, કિંમત રૂ. 2400 મળી કુલ રૂ.31800નો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આરોપી સલમાનખાન અમીરખાન મલેક નાસી છુટ્યો હતો. સુરેન્દ્રનગર એલસીબીના આ દરોડામાં પીઆઇ ડી.એમ.ઢોલ, નરેન્દ્રસિંહ ચુડાસમા, વાજસુરભા ગઢવી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયોહતો. બજાણા પોલિસે દારૂ અંગેનો ગુનો દાખલ કરી નાસી છુટેલા આરિપીને ઝબ્બે કરવા સહિત કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ એમમ.કે.ઇસરાણી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો