ખાંભા ગામમાં રેઢીયાળ ઢોરે યુવકનો ભોગ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભામા રહેતો વિઠ્ઠલભાઇ પરશોતમભાઇ પીપલીયા (ઉ.વ.52) નામનો યુવાન તારીખ 24/3ના રોજ પોતાના ઘર પાસે ઉભો હતો ત્યારે અચાનક એક ગાય ધસી આવી હતી અને શીંગડુ મારી યુવકને પછાડી દીધો હતો. જેને પગલે આ યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો. આ યુવકનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. આ બારામા મૃતક યુવકના ભાઇ બાલુભાઇ પરશોતમભાઇએ ખાંભા પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે એ.આર.ગોહિલ તપાસ ચલાવી રહ્યાં છે. ખાંભા શહેરમા પાછલા ઘણા સમયથી રેઢીયાર ઢોરનો ત્રાસ વધી ગયો છે. અહીની મેઇન બજારો તેમજ જાહેર માર્ગો પર રેઢીયાર ઢોર અડિંગો જમાવીને બેસી જાય છે. અનેક વખત લોકોને શીંગડે ચડાવી નાની મોટી ઇજાઓ પણ પહોંચાડે છે.

અન્ય સમાચારો પણ છે...