તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગામી બજેટમાં મહુવાને લાંબા અંતરની ટ્રેન સુવિધા માટે માંગણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્ટન રેલ્વેની વડી કચેરી અને ભાવનગર ડી.આર.એમ. કચેરી રેલ્વે તંત્ર મહુવાને સતત અન્યાય કરી રહ્યુ છે. પીપાવાવ-મહુવા-ધોળા-સુરેન્દ્રનગર રેલ્વે ટ્રેક ઉપર ગેઇઝ પરિવર્તન બાદ મહુવા-રાજુલા-સાવરકુંડલા-અમરેલી વિસ્તારના મુસાફરોને માત્ર અઠવાડીક ટ્રેન મળી છે. લાંબા અંતરની દૈનિક ટ્રેન આજ સુધી મળી ન હોય અમરેલીના લોકસભાના સભ્ય નારણભાઇ કાછડીયા દ્વારા આ ટ્રેક ઉપર લાબા અંતરની દૈનિક ટ્રેન મળે તે માટે જુલાઇમાં પૂર્ણ બજેટ રજુ થાય તે પહેલા અસરકારક રજૂઆતો અત્યારથી જ કરવામાં આવે તેવી માંગ આ વિસ્તારના લોકોમાં ઉભી થવા પામી છે.

મહુવા-સુરત અઠવાડીક ટ્રેન સાથે ભાવનગર-સુરતના કોચ ધોળાથી લગાડવાનું આયોજન થયું છે. પરંતુ ભાવનગર-બાંદ્રામાં ધોળાથી મહુવાના મુંબઇ માટેના કોચ લગાડવાની વર્ષો જુની માંગ કોઇ સાંભળતુ નથી તેમજ મહુવાને લાંબા અંતરની ટ્રેન મળે ત્યાં સુધી આવા કોઇ વિકલ્પ રેલ્વે સત્તાવાળા સ્વીકારવામાં આવતા નથી.મહુવાને લાંબા અંતરની ટ્રેઇનની સુવિધા આપવા ધણાં વિકલ્પો છે. જરૂરી છે રાજકીય ઇચ્છા શકિતની.

વિરમગામ-વલસાડ-વિરમગામ પેસેન્જર ટ્રેઇનને એક્ષપ્રેસ બનાવી મહુવા સુધી લંબાવવામાં આવે અને તેમા સ્લીપર, એ.સી., ફર્સ્ટ કલાસ વિગેરે કોચ, જોડવામાં આવે તો મહુવા-વિરમગા-વલસાડ ટ્રેઇન આપી શકાય તેમ છે.

સુરત-બનારસ વચ્ચે દોડતી તાપી-ગંગા કે જે રવિ, સોમ, બુધ, ગુરૂ અને શુક્રવારના અઠવાડીયાના પાંચ દિવસ અને શનિ-મંગળવારે સુરત-ભાગલપુર વચ્ચે દોડે છે. તેને મહુવા સુધી એક્ષટેન્શન આપી મહુવાને સુરત સુધી લબાવી શકાય તેમ છે. રેલ્વે તંત્રએ ભાવનગર-બાંદ્રા વચ્ચે 3 રેક કામે લગાડી છે તેમાં એક રેકનો વધારો કરી 4 રેક કામે લગાડી મહુવા-બાંદ્રા અને ભાવનગર-બાંદ્રા ટ્રેઇન શરૂ કરી શકાય તેમ છે. મેન્ટેનન્સ કિ.મી. 3500 થી 4500 સુધી વધારી દર ત્રીજા દિવસે મહુવા જતી રેક ભાવનગર અને ભાવનગર જતી રેક મહુવા મોકલી મેન્ટેનન્સનો પ્રશ્ન હલ કરી શકાય તેમ છે.

લોકોની માંગણી પ્રત્યે તંત્રનું દુર્લક્ષ
મહુવા-ભાવનગર જતી મહુવાથી બપોરના ઉપડતી ટ્રેઇન એન્જીન(પાવર) પાછળ મહુવાથી બાંદ્રા માટે પાંચ કોચ લગાડી શકાય પરંતુ ભાવનગર-બાંદ્રા સુપર ફાસ્ટ ટ્રેન હોવાના બહાના તળે આ શકય ન હોય તેમ રેલ્વે તંત્ર કહેતું હોય તો આ ટ્રેઇન ભાવનગર રાત્રે 8 કલાક આસપાસ ભાવનગર પહોંચે છે અને તેનું જ એન્જીન ભાવનગર-બાંદ્રામાં લાગે છે. પાવરની સાથે કોચ પણ લાગી જાય. મહુવાના લોકોને ધોળા-ભાવનગર-ધોળાનું રનીંગ વધે અને ભાડું પણ ભલે વધુ ચુકવવું પડે. તેવી માંગણી વખતો-વખત મહુવાના લોકો કરી રહ્યાં હોવા છંતા રેલ્વે તંત્ર દ્વારા કોઇ હકારાત્મક વલણ લેવામાં ન આવતા આ સુવિધા પણ શરૂ નથી થઇ.

અન્ય સમાચારો પણ છે...