તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવા સામુદ્રી માતાના મંદીરે વર્ષો જુની પરંપરા હજુ યથાવત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | 29 સપ્ટેમ્બર

મહુવા શહેરની મધ્યમા સામુદ્રી માતાજીનું મંદિર 178 વર્ષ ઉ પરાંત પ્રાચિન છે.આજથી 62 છર્ષ પહેલા જીર્ણોરધ્ધાર કરવામાં આવેલ. જે શિલ્પકલાનો અદ્દભુત નમુનો છે. એવી કોતરણી આ સમુદ્રી માતાજીના મંદિરમાં સતત 85 વર્ષ જુની છે. નવરાત્રી દરમ્યાન પુરૂષોની ગરબી તથા મહિલા મંડળના ગરબાઓ ગવાય છે. જે પરંપરા આજે પણ શરૂ છે.

કહેવાય છે જયાં સમુદ્ર કિનારો હોય તે શહેરમા સામુદ્રી માતાજીનું મંદિર આવેલુ હોય છે. નવરાત્રી દરમ્યાન સવારના મંગળા આરતી ત્યારબાદ સાંજના 5:30 થી 7 કલાકે મહિલા મંડળ દ્વારા ગરબા ગાવામા આવે છે. અને રાત્રે 8 થી 9:30 કલાકે નવરાત્રી દરમ્યાન ચંડીપાઠ તથા સુકતના પાઠ નિયમિત થાય છે. આ વખતે નવરાત્રી દરમ્યાન એકાવન પાઠ ઉપરનું લક્ષ છે. રાત્રીના 11 કલાકે પુરૂષોની ગરબી ગાવાનુ શરૂ થાય છે જે અવિરત મોડીરાત સુધી શરૂ રહે છે. નવરાત્રી દરમ્યાન સુંદર સુશોભન અને ગરબી ગાવાના સમય દરમ્યાન ભકતો માટે ચા-પાણી, અલ્પાહાર વિગેરેનુ આયોજન ઉપરાત દૈનિક માતાજીના જુદા જુદા સ્વરૂપના ભવ્ય દર્શનની ઝાંખી થશે. મહુવા સામુદ્રી મંદિર નવરાત્રી ઉત્સવ મંડળ તરફથી દરેક ભાવિક ભકતોને દર્શનનો લાભ લેવા જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...