તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં દિપડાઓ હાહાકાર મચાવી રહ્યા છે.

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં દિપડાઓ હાહાકાર મચાવી રહ્યા છે. ગત મોડી સાંજે ધારી તાલુકાના ગોપાલગ્રામની સીમમાં ઘરમાં સુતેલા બે વર્ષના બાળકને દિપડાએ ઉપાડી જઇ ફાડી ખાધો હતો. યુવકના દાદા દિપડાની પાછળ દોડ્યા હતાં પરંતુ તે અંધારામાં ઓગળી ગયો હતો. બાદમાં આ બાળકની અર્ધ ખવાયેલી લાશ બાજુની વાડીમાંથી મળી આવી હતી.

અમરેલી જીલ્લામાં જે રીતે અવાર નવાર સાવજો માણસના મોત માટે નિમીત બન્યા છે તે રીતે દિપડો પણ અવાર નવાર માણસનો શિકાર કરી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો દિપડાનો ભોગ વધુ બને છે. આવી જ વધુ એક ઘટના ગીર પૂર્વની સરસીયા રેન્જમાં બની હતી. ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામની સીમમાં ગઇકાલે એક દિપડો ત્રાટક્યો હતો અને એભલ કિશોરભાઇ વાઘેલા (ઉ.વ. 2) નામના બાળકને પોતાનો શિકાર બનાવ્યો હતો.

આ બાળકના દાદા વાડીમાં પાકને પાણી પાઇ રહ્યા હતા અને વાડીની બાજુમાં જ આવેલા ઘરમાં આ બાળક ખુલ્લામાં સુતો હતો તે સમયે શિકારની શોધમાં નિકળેલો એક દિપડો અચાનક ત્યાં ધસી આવ્યો હતો અને આ બાળકને ગળામાંથી પકડી બાજુની એક અન્ય વાડી તરફ ભાગ્યો હતો. જો કે આ દ્રશ્ય બાળકના દાદા જોઇ જતા તેઓ પાછળ દોડ્યા હતાં. જો કે દિપડો બાળકને લઇ નાસી ગયો હતો. જેને પગલે આસપાસમાંથી એકઠા થયેલા લોકોએ આજુબાજુના વિસ્તારમાં બાળકની શોધખોળ આરંભી હતી.

રાત્રે નવેક વાગ્યાના સુમારે આ ઘટના બન્યા બાદ બાજુના ખેતરમાંથી ઉભા પાકમાંથી આ બાળકની લાશ મળી આવી હતી. દિપડો બાળકની લાશને અડધી ખાઇ ગયો હતો. બનાવ અંગે વન વિભાગને જાણ કરાતા સરસીયા રેન્જનો સ્ટાફ અહિં દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં દિપડાએ ખાસ કરીને બાળકને શિકાર બનાવ્યા હોય તેવી ઘટના અવાર નવાર બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો