તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી અને માળિયા તાલુકામાં મંગળવારે બપોરે અચાનક વાતાવરણ પલટાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોરબી અને માળિયા તાલુકામાં મંગળવારે બપોરે અચાનક વાતાવરણ પલટાયું હતું અને તેજ ઠંડા પવન ફૂંકાયા હતા જેના કારણે ઠેર ઠેર ધૂળની ડમરીઓ ઉડી હતી. બાદમાં અચાનક વાદળો છવાયા હતા. માળિયાં તાલુકાના નવલખી પોર્ટ અને આસપાસના ગામડામાં વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ છવાયો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. માળિયા તાલુકાના 5 ગામમાં કરા પડ્યા હતા. શિયાળો હવે ધીમા પગલે વિદાય લઈ રહ્યો છે. જેથી સવારે ઠડી બાદ દિવસભર ગરમી પડી રહી છે. હાલ બપોરે મોરબીવાસીઓને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આ ઠંડી અને ગરમીનાં અનુભવ વચ્ચે મોરબી અને માળિયા તાલુકામાં બપોરના સમયે અચાનક વતાવરણ પલટયું હતું અને પ્રથમ માળિયા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર, નવલખી પોર્ટ સહિતના વિસ્તારમાં સવારનાં સમયે તેજ પવન સાથે વાદળો છવાયા હતા. બાદ અચાનક કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. જેના કારણે માળિયા તાલુકાના કેટલાક ગામડામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને ગણતરીની મિનિટમાં રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. બપોરનાં સમયે મોરબીમાં પણ તેજ પવન ફૂંકાયો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા પડ્યા હતા. જેના કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે થોડી વારમાં ફરી વાદળો ખસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો