ધોરાજીમાં રમજાન માસમાં અલ્લાહની બંદગીમાં નાના ભૂલકાઓ રોજા રાખી લીન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી | ધોરાજીમાં રમજાન માસમાં ધાર્મિક કાર્યક્રમોમાં મુસ્લીમો ઉપસ્થિત રહ્યા. ધોરાજીમાં રમજાન માસમાં નાના ભુલકાઓ પણ રોજા રાખીને અલ્લાહની બંદગીમાં લિન થયા છે. ધોરાજી ખાતે મુસ્લિમોના પવિત્ર માસ રમજાનની હર્ષો ઉલ્લાશ ભેર ઉજવણી થઇ રહી છે. મુસ્લિમો અલ્લાહની ઈબાદતમાં લિન બન્યા છે. ત્યારે નાના નાના ભુલકાઓ પણ આ પવિત્ર માસ નિયમિતએ સતત 15 કલાક સુધી અન્નજળનો ત્યાગ કરી રોજા રાખી અને અલ્લાહની બંદગી કરી રહ્યા છે. નાની વયે આઝમ નુરાની, નવાજ ઓરાવાળા, આયેશા પોઠીયાવાળા સહિતના ભુલકાઓએ રોજા રાખી અને અલ્લાહની બંદગી કરી છે. આ ભૂલકાઓને મજીદમીયા સેયદ, શાહનવાજભાઈ પોઠીયાવાળા, હમીદભાઈ ગોડીલ, રિયાઝભાઈ દાદાણી, મુનાફભાઈ બકાલી, હૂશેન કૂરેશી સહિતના અગ્રણીઓએ નાના ભૂલકાઓને બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...