તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદમાં ડૉક્ટર યુગલે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હસ્તમેળાપ કર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હળવદના પરેચા પરિવારની દિકરીના લગ્ન પ્રસંગની ઉજવણી કરાઇ હતી. જેમાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને ડોકટર યુગલે શ્રદ્ધાંજલિ આપી શહીદ ફંડમાં ફાળો આપ્યો હતો. ત્યારબાદ 150થી વધુ શ્રમયોગી અને શિશુમંદિરની બાળાઓને ભોજન કરાવ્યું હતું.

હળવદ-સરા રોડની ઉમા સોસાયટીમાં રહેતા શંકરભાઈ પરેચાની દીકરી ડૉ.નિધિ પરેચા લગ્ન ડૉ.ચિરાગ અઘારા સાથે નિર્ધાર્યા હતા. આ પ્રસંગે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી શહીદવીરોના પરિવારને મદદરૂપ થવા રૂ.25,555નું દાન કરી તેમના માનમાં 2 મિનિટ મૌન પાડી સૌ જાનૈયા અને માંડવીયાઓએ વીરાંજલિ અર્પણ કરી હિન્દુ શાસ્ત્રોકત વિધિ અનુસાર હસ્તે મેળાપ કરાયા હતા. ત્યારબાદ કન્સટ્રક્શન સાઈટ પર કામ કરતા તમામ શ્રમયોગી તથા શિશુ મંદિરની બાળાઓને સ્વરૂચી ભોજન કરાવાયું હતું. ડૉક્ટર યુગલના લગ્નપ્રસંગની અનોખી રીતે ઉજવણીને ઉપસ્થિત મહેમાન અને સગાસંબંધીઓએ આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.

ડૉક્ટર યુગલે 2 મિનિટનું મૌન પાડી શહિદોને શ્રદ્ધાંજલિ આપી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો