બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવવામાં આવે છે કે, માનવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવવામાં આવે છે કે, માનવ સંશાધન વિકાસ મંત્રાલય, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નવી દિલ્હી દ્વારા “શિક્ષકો માટેની રાષ્ટ્રીય પારિતોષિક” યોજના 2019 અંતર્ગત સક્ષમ શિક્ષકો દરખાસ્ત કરવા ઈચ્છતા હોય તેઓએ પોતાના નામની નોંધણી તા.15-6-2019 સુધીમાં MHRD ની વેબસાઈટ (www.mhrd.gov.in) ઉપરથી કરવાની રહેશે. જેની તમામ સંબંધિત શિક્ષકોએ નોંધ લેવા વધુમાં જણાવવામાં આવે છે. બોટાદ જિલ્લામાંથી તમામ સક્ષમ શિક્ષકો વેબસાઇટ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...