તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભામાં બજેટ સહિતના નવ ઠરાવાે મંજૂર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાળિયા નગરપાલિકાના અેકાઉન્ટન્ટ દ્વારા તૈયાર થયેલ આગામી વર્ષ 2019-2020નું અંદાજપત્ર ચીફ ઓફિસર હસ્તે પાલિકા પ્રમુખ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું અને સરકાર તરફથી જુદા-જુદા વિકાસ કામો માટે અંદાજીત રૂા. 33.70 કરોડની ગ્રાંટ મળવા સાથે અંદાજીત રૂા. 46.31 કરોડના ખર્ચે રોડ, ગટર, પાણી-પુરવઠા, નવીનીકરણ, જાહેર બાગ-બગીચાની સુધારણા વિગેરે બાબતનું આવક-ખર્ચનું આયોજન રજુ કરવામાં આવ્યું હતું તથા આગામી વર્ષના અંદાજપત્રમાં વર્ષની શરૂઆતની ઉધડતી સીલક રૂા. 23.60 કરોડ સાથે રૂા. 49.66 કરોડની ઉપજ મળી કુલ રૂા. 1.83 કરોડની પુરાંતલક્ષી બજેટમાં કુલ રૂા. 71.44 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે તથા બજેટ બેઠકમાં આગામી સામાન્ય સભા તથા કારોબારી કમિટીની ત્રણ બેઠકને બહાલી ઉપરાંત નગર પાલિકાના રોજમદાર અને ફીકસ વેતનના કર્મચારીઓના હાઇકાેર્ટમાં ચાલતા કેસ વચ્ચે નગરપાલિકાના હયાત સેટઅપની જગ્યામાં સમાવેશ કરવા, આગામી સમયમાં સંભવિત અછતના આયોજન, નગરપાલિકાના જર્જરીત ગાર્ડનના રીનોવેશન સહિતના કુલ નવ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતાં. બેઠકમાં ચીફ એાફિસર એ.કે. ગઢવીની ઉપસ્થિતિમાં બેઠકનું સંચાલન કમિટી કલાર્ક રાજુભાઇ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.

પાલિકા પૂર્વ પ્રમુખ દ્વારા મહત્ત્વના મુદ્દે રજૂઆતો
સામાન્ય સભામાં સતાધારી જૂથના સદસ્યો, વિપક્ષી જૂથના સભ્યો વચ્ચે ચાલતી વિવિધ મુદ્દે ચર્ચાઓ વચ્ચે પાલિકા પૂર્વ પ્રમુખ જયેશભાઇ ગોકાણીએ ઉપસ્થિત હોદેદારો, અધિકારીઓને આગામી દિવસોમાં પાણીના અભાવે થનારી પરિસ્થિતિ વચ્ચે નક્કર, આયોજન કરવા, ચોક્કસ બજેટ ફાળવવા માટેની રજૂઆત કરી હતી. નગરપાલિકાના વર્ષોથી ફરજ બજાવતા 27 રાેજમદાર કર્મચારીઓને કાયમી કરવા કાર્યવાહી તાકીદે પૂર્ણ થાય તે માટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો