તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.10-12ની પરીક્ષામાં જિલ્લામાં 21 કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 27 ફેબ્રુઆરી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.7 માર્ચથી લેવાનારી ધો.10 અને ધો.12ની પરીક્ષામાં ભાવનગર જિલ્લામાં એકશન પ્લાન ઘડાઇ ગયો છે જે મુજબ ધો.10માં જિલ્લાના કેન્દ્રો કુલ પૈકી 14 કેન્દ્રોને સંવેદનશીલ અને 5 કેન્દ્રોને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યાં છે જ્યારે ધો.12માં કુલ બે કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરાયા હોય કુલ 21 પરીક્ષા કેન્દ્રો સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.

આજે એમ.કે. જમોડ હાઈસ્કૂલ ખાતે યોજાયેલી બેઠકમાં શિક્ષણ અધિકારી એ.બી. પ્રજાપતિ દ્વારા બોર્ડની પરીક્ષાનો પ્લાન રજૂ કરી જરૂરી માર્ગદર્શન અને સૂચના�ઓ આપવામાં આવી હતી. જિલ્લામાં કુલ 208 કેન્દ્ર પર બોર્ડની પરીક્ષા�ઓ યોજાશે. જેમાં ધો.10ના કુલ 53,117 વિદ્યાર્થી�ઓ, ધો.12(સા.પ્ર)માં 22,928 વિદ્યાર્થી�ઓ તેમજ ધો.12 (વિ.પ્ર)માં 5,958 વિદ્યાર્થી�ઓ પરીક્ષા આપશે. આ માટે તા. 6 માર્ચથી- એટલે કે પરીક્ષાના એક દિવસ પહેલાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે.

સીસીટીવી ફરજિયાત હોવા છતાં ભાવનગર જિલ્લામાં કુલ 6 પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવીની સુવિધા નથી જેમાં મહુવામાં સ્વામિનારાયણ ગુરૂકુળ હાઇસ્કૂલ, મહુવામાં તલગાજરડાની મોડલ સ્કૂલ, મહુવાના વડલીની સરસ્વતી હાઇસ્કૂલ, ભાવનગરના સીદસરની મોડેલ હાઇસ્કૂલ, ઉમરાળાના ચોગઠની સરકારી હાઇસ્કૂલ અને પાલિતાણાના માનવડની મોડેલ સ્કૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ કેન્દ્રોમાં કુલ મળી 49 ટેબલેટ મુકાશે.

જિલ્લાના સંવેદનશીલ કેન્દ્રોની યાદી
પી.એમ.સર્વોદય હાઇસ્કૂલ(ઉમરાળા), ડી.એસ.સલોત હાઇ.(ઉમરાળા), જીવન જ્યોતિ વિદ્યાલય (ઠાડચ), ઉ.બુ.વિદ્યાલય(ઠાડચ), જલારામ હાઇસ્કૂલ(પીથલપુર), શારદામંદિર હાઇ.(પીથલપુર), જ્ઞાનમંદિર હાઇ.(પીથલપુર), સિદ્ધેશ્વર હાઇ. (ટીમાણા), ગણેશ મા. શાળા(ટીમાણા), માધ્યમિક શાળા (વાળુકડ-ઘોઘા), બજંરગદાસ બાપા હાઇ.(બગદાણા), મહેતા હાઇ.(દિહોર), વિવેકાનંદ હાઇ.( દિહોર) અને ઇશ્વરાનંદ હાઇસ્કૂલનો સમાવેશ ધો.10માં સંવેદનશીલ કેન્દ્રોમાં થાય છે. જ્યારે એલ.ડી.પટેલ હાઇ.(રંઘોળા), નવજીવન શાળા(લીંબડા,રંઘોળા), સ્વામિનારાયણ ગુરૂકુળ (સોસિયા), સહજાનંદ વિદ્યાલય(બપાડા) અને રામકૃષ્ણ વિદ્યાલય(મોટા આસરણા)નો સમાવેશ અતિ સંવેદનશીલ કેન્દ્રોમાં થાય છે. તો ધો.12માં જે બે કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યાં છે તેમાં સરસ્વતી વિદ્યાલય, વડલી અને એમ.ડી.પટેલ હાઇસ્કૂલ, ગારિયાધારનો સમાવેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો