જિલ્લામાં 42.8 ડિગ્રીએ લોકો શેકાયા હતા

Wadhwan News - in the district 428 degrees people were roasted 072519

DivyaBhaskar News Network

May 24, 2019, 07:25 AM IST
સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો હતો. થોડા દિવસોથી તાપમાનમાં થઇ રહેલા વધઘટના કારણે લોકો બફારા સાથે ગરમીમાં શેકાઇ રહ્યા છે. લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાન પણ ફેરફારો થતા તેની અસર જનજીવન પર થઇ રહી છે. તા. 20મેના રોજ મહતમ તાપમાન 41.3 અને લઘુતમ તાપમાન 16.9 ડિગ્રી નોંધાયુ હતુ. આમ સતત બે દિવસ લોકોને 41.3 ડિગ્રી તાપમાનનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તા. 23મેને ગુરૂવારે ચૂંટણી પરિણામના દિવસે સૂર્યનારાયણ આકરા મિજાજે તપ્યા હતા. જેના કારણે આ દિવસે તાપમાનનો પારો 42.8 ડિગ્રીએ પહોંચી ગયો હતો.

X
Wadhwan News - in the district 428 degrees people were roasted 072519

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી