તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રુપકા ગામમાં દીપડાએ વાછરડાનું મારણ કરતા ધરતીપુત્રોમાં ફફડાટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિહોર બ્યુરો | 25 ફેબ્રુઆરી

સિહોર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રાની પશુ�ઓના આંટાફેરા વધી ગયા છે. થોડા દિવસો પૂર્વે જ લવરડા અને ગુંદાળા (ટાણા) ગામની સીમમાં દીપડાએ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બાપ �દીકરાને ગંભીર ઇજા�ઓ થવા પામી હતી. આ ઘટના બાદ સિહોર પાસેના ધ્રુપકા ગામે વાડી વિસ્તારમાં દીપડાએ વાછરડાનું મારણ કરેલ છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ધ્રુપકા ગામે રઘુરામબાપુ કાપડીની વાડીમાં ગત રાત્રિના શુમારે દીપડાએ વાછરડાને દૂર સુધી ઢસડીને તેનું મારણ કર્યુ હતું. જેને કારણે આ વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. હાલમાં ધરતીપુત્રોએ ડુંગળી અને ઘઉં સહિતના પાકોનું વાવેતર કર્યુ હોય છે. અત્યારે ડુંગળી કાઢવાની સીઝન ચાલી રહી છે. પોતાના પશુ�ઓ વાડીમાં બાંધ્યા હોય છે. ઘણા લોકોનું રહેઠાણ જ વાડી વિસ્તારમાં હોય છે. આથી તેમના પરિવારજનો અને માલઢોર પર જીવનું જોખમ વધી ગયું છે.

લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે. આ દીપડો અન્ય કોઇ જાનહાનિ કરે તે પહેલાં તેને પકડી લેવા માટે સંબંધિત વિભાગ યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે અત્યંત જરૂરી બન્યું છે.

મારી નજર સામે જ મારણ કર્યુ
ગત રાત્રિના સાડા નવ વાગ્યાના શુમારે હું વાડીમાં સૂવા જતો હતો ત્યારે મેં જોયું કે કોઇક કોઇકને ઢસડી રહ્યું છે. આથી મેં એ દિશામાં બેટરી કરીને જોયું તો દીપડો એક વાછરડાને ઢસડીને લઇ જતો હતો. બેટરીના પ્રકાશ અને મારા હાકલા બાદ દીપડો ભાગી ગયો. અને બાદમાં મોડી રાત્રે આ વાછરડાને પોણો કિલોમીટર જેટલો દૂર લઇ જઇ તેનું મારણ કરેલ. મારી વાડીમાં અગાઉ પણ મારણ કરેલ. રઘુરામબાપુ કાપડી, ખેડૂત, ધ્રુપકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો