તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજીમાં પરપ્રાંતીય યુવાનને નજીવી બાબતે રહેંસી નાખ્યો હતો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોરાજીમાં રવિવારે યુવાનની બોથડ પદાર્થનાના ઘા મારીને હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે ગૂનાનો ભેદ ઉકેલીને દંપતીની ધરપકડ કરી છે. ઝડપાયેલા દંપતિએ નજીવી બાબતમાં હત્યા કર્યાની કબુલાત કરી છે.

બનાવ અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મૂજબ ધોરાજીના જેતપુર રોડ પાસે વાડીમાંથી બોથડ પદાર્થના ઘા મારીને છોટાઉદયપૂરના રાયસીંગ સૂમલા ધાણક (ઉ.વ. 30)ની લાશ મળી આવતા પોલીસે મૃતકની પત્ની ભીખીબેન રાયસીંગની ફરિયાદ નોધીને અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગૂનો નોધી તપાસ હાથ ધરી હતી. જેમાં જેતપુર નાયબ પોલીસ વડા ભરવાડએ વાડી માલીક જગદીશભાઇ ભોવાનભાઈની પૂછપરછ હાથ ધરતા તેઓના ભાગીયા તરીકે કામ કરતા દાહોદ પથંકના ભૂરશીગ ઉફે ભૂરીયો હળીયાભાઈ અને તેની પત્ની ગીતાબેન(રહે. દાહોદ) વાળા વતન જઈ રહયાની બાતમી આપતાં પોલીસે પતિ-પત્નીની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરતાં બન્નેએ પોલીસ સમક્ષ હત્યાની કબૂલાત કરી જણાવ્યું હતુ કે, મૃતક રાયસીંગ સૂમલા ધાણકએ વાડીએ આવી ને ઓરડીની ચાવી માગી હતી. ભૂરસિંગ ઉફે ભૂરીયો હળીયાએ ચાવી આપવાંની ના પાડતાં ઝપાઝપી કરીને ગળુ પકડી મારમારતા ભૂરસિંગ હળીયાની પત્નીએ રાયસીંગ સૂમલાને વાસની લાકડી વડે પાંચ થી છ ઘા માથામાં ફટકા મારી હત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો