તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડી કોર્ટે મુદતે આવતા નવાણિયાના યુવાનો પર 3 રાઉન્ડ ફાયરિંગમાં 1ને ઈજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી હાઈવે પર સર્કીટ હાઉસ સામે મુળી તાલુકાના નવાણીયાથી કોર્ટે મુદતે આવી રહેલા 3 યુવાનો અને અન્ય 2 શખ્સોની કાર ઉપર સાયલાના થોરીયાળી ગામના 6 શખ્સોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાં 1 યુવકને ઈજા પહોંચી હતી.

સાયલામાં 11 ફેબ્રુઆરી 2016ની રાતે લગ્ન પ્રસંગે ફુલેકામાં વિહોત ચોકમાં દાંડીયા રાસ દરમિયાન થોરીયાળીના રાજુ વીંકુભાઈ ખાચર દ્વારા નવાણીયા ગામના દિવ્યરાજસિંહ પરમારને ધક્કો વાગી જતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દિવ્યરાજસિંહ સાથે આવેલા ભાઈ નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પરમાર અને યુવરાજસિંહ ક્રિપાલસિંહ પરમારે રાજુ કાઠીને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી અને ઝઘડામાં વચ્ચે પડેલા જગદીશ ભરવાડને પણ છરી મારી ત્રણેય શખ્સો ભાગી છૂટ્યા હતા. જે અંગે સાયલા પોલીસ મથકે મૃતકના ભાઈ ભરતભાઈ દાનભાઈ ખાચરે ફરિયાદ નોંધાવી હતી. ત્રણેય શખ્સોને પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કરી દેવામાં આવ્યાં હતા. ત્રણેય શખ્સો હાલ જામીન પર મુક્ત હતા ત્યારે 16 એપ્રિલે યુવરાજસિંહ પરમાર, નરેન્દ્રસિંહ પરમાર, દિવ્યરાજસિંહ પરમાર ઓલ્ટો કાર લઈ લીંબડી કોર્ટમાં મુદતે આવી રહ્યા હતા અને તેમની સાથે ક્રિપાલસિંહ પરમાર અને સહદેવસિંહ ઝાલા પણ આવી રહ્યા હતા. ત્યારે લીંબડી હાઈવે ઉપર સર્કીટ હાઉસ સામે પાછળ પુરપાટ ઝડપે આવી રહેલી કુન્ટો કારમાં સવાર શખ્સો દેશી બનાવટની પિસ્તોલથી 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેમાં યુવરાજસિંહ કે. પરમારને હાથે ગોળી વાગતા ઈજા પહોંચી હતી. જ્યારે હુમલાખોરની કાર હાઈવે પરથી નીચે ઉતરી જતા ખાડામાં ફસાઈ ગઈ હતી અને હુમલાખોરો કાર ત્યાં મુકીને ભાગી છૂટયા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.

કારના આગળના કાચે 3 ગોળીના નિશાન

ઈજાગ્રસ્ત યુવાન

અન્ય સમાચારો પણ છે...