તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર-વઢવાણમાં રૂ. 10ના વધારા સાથે રોજ 300 માટલાનું વેચાણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમીમાં લોકો પંખા, એસી તેમજ ફ્રિઝના સહારે લોકો રાહત મેળવવાના પ્રયાસો કરી રહ્યાં છે. પરંતુ આવા ઇલેક્ટ્રોનીક સાધનોના આક્રમણ સામે પણ માટીના બનેલા માટલાઓ હાલમાં લોકોમાં આકર્ષણ જમાવી રહ્યાં છે.

આકરા ઉનાળામાં પણ ગમે તેટલા બરફ સહિતના ઠંડા પાણી પીવા છતાં લોકોને પેટમાં જાણે ટાઢક થતી ન હોય તેમ હાલ સુરેન્દ્રનગર તેમજ વઢવાણના વિસ્તારોમાંથી દરરોજ 300 જેટલા માટલાઓની ખપત થઇ રહી છે. જો કે, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં અંદાજે રૂ. 10 જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે વેચાણ પણ મધ્યમગતિએ થઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આજથી અંદાજે 15 વર્ષ પહેલા આ વ્યવસાય સાથે જોડાયેલા લોકો જાતે માટલા બનાવતા અને પેન્ટિંગ કરતા હતા. પરંતુ હવે મોટા ભાગના વેપારીઓ થાનગઢ, અમદાવાદ તેમજ વઢવાણમાંથી લાવીને તેનું વેચાણ કરી રહ્યાં છે. પરિણામે હાલમાં 10 જેટલા વેપારીઓ પણ આ બંને જોડીયા શહેરમાં તેનું વેચાણ કરી રહ્યાં છે. આ અંગે માટલાઓના વેપારી કરશનભાઈ નાનજીભાઈ પાટડીયા અને પી.એલ.પાટડીયા જણાવ્યું કે, હાલ ગત વર્ષ કરતા રૂ. 5 થી 10 રૂપિયાનો વધારો છે.

જુદા પ્રકારના માટલાના ભાવ (રૂ.માં)
માટલા 2018 2019

સિરામીક માટલા 90-230 100-250

દેશી માટલા 90-110 100-120

રાજસ્થાની માટલા 70-130 80-140

ફ્રેન્સી કોઠી 240-790 250-800

વઢવાણના વિસ્તારોમાં દેશી સાથે રંગબેરંગી માટીના માટલાઓ.

અન્ય સમાચારો પણ છે...