તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમનાથની સુરક્ષામાં વેરાવળ- પાટણમાં 200 કેમેરા લગાવાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આતંકીઅોના હીટ લીસ્ટમાં રહેલ સોમનાથ મંદીરની સુરક્ષાને સાબદી કરાઇ છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા શહેરના આગેવાનો અને શહેરીજનો સાથે શાંતિ સમીતીની બેઠક યોજાઇ હતી. આ બેઠક જિલ્લા પોલીસ અઘિક્ષક રાહુલ ત્રીપાઠીના અઘ્યક્ષ સ્થાને યોજનાર હતી પરંતુ કોઇ કારણસર જિલ્લા પોલીસ અઘિક્ષક બેઠકમાં હાજર ન રહેતા આખરે હેડકવાટર ડીવાયએસપી એમ.એમ.પરમારના અઘ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં શહેરની સુરક્ષાને ધ્યાને લઇ શહેરમાં 200થી વધુ સીસીટીવી કેમેરા ગોઠવવા નક્કી કરવામાં આવ્યું હતું. ઇણાજ ખાતે કાર્યરત થનાર જિલ્લાની એસપી કચેરી ખાતે બાર લાખના ખર્ચે કન્ટ્રોલ રૂમ કાર્યરત થશે. ત્યાંથી રાઇન્ટ ધ કલોક શહેર તેમજ સોમનાથ મંદિર અને દરિયાઇ સુરક્ષા ઉપર બાજ નજર રખાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો