તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલાથી સાવરકુંડલા માર્ગ બિસ્માર હાલતમાં, વાહન ચાલકો ભારે પરેશાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાથી સાવરકુંડલા સુધીનો માર્ગ પાછલા કેટલાક સમયથી બિસ્માર હાલતમા બની ગયો છે. જેના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહી મસમોટા ખાડાઓ પડી ગયા હોય લોકોને અગવડતા વેઠવી પડી રહી છે.

આ માર્ગ પર દિવસ રાત ભારે વાહનોનો ધસારો રહેતો હોય છે. આ માર્ગમા ઘણા સમયથી મોટા ખાડાઓ પડી ગયા છે અને તદ્દન બિસ્માર હાલતમા બની ગયો છે. જેના કારણે વાહન ચાલકો તોબા પોકારી ઉઠયાં છે. અગાઉ પણ આ માર્ગ રિપેરીંગ કરવા અનેક વખત રજુઆતો પણ કરવામા આવી હતી. જો કે હજુ સુધી આ માર્ગનુ કોઇ મરામત કરાયુ નથી. રાજુલા જાફરાબાદ પંથકમા અનેક નાના મોટા ઉદ્યોગો કાર્યરત હોય આ માર્ગ પરથી પણ મોટી સંખ્યામા ભારે વાહનોની અવરજવર રહેતી હોય છે.

હાલ તો આ માર્ગ બિસ્માર બની ગયો હોય ખાસ કરીને રાત્રીના સમયે નાના વાહન ચાલકોને અકસ્માત થવાની ભીતિ પણ સતાવી રહી છે. આ ઉપરાંત લોઠપુરથી જાફરાબાદ સુધીનો માર્ગ પણ પાછલા ઘણા સમયથી ભંગાર હાલતમા જોવા મળી રહ્યો છે. અહી પણ અનેક જગ્યાએ મોટા ખાડાઓ જોવા મળી રહ્યાં છે. જેના કારણે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યાં છે. ત્યારે આ માર્ગની મરામત કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...