તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદમાં બેંકમાંથી પેન્શન લઇ બહાર નીકળેલાં નિવૃત્ત તલાટીના રૂ. 50 હજારની ચીલઝડપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ શહેરમાં ધોળા દિવસે હાઇવે પર આવેલી એસબીઆઈ બેંકમાં વૃદ્ધ પોતાનું પેન્શનના રૂપિયા ઉપાડીને બહાર નીકળતા થેલીને કોઈ ધારદાર વસ્તુથી કાપીને મહિલાઓ પૈસા ચોરી કરી ભાગતા સ્થાનિકોએ મહિલાને ઝડપી પાડેલ અને પોલીસ હવાલે કરી હતી જેને લઈને સાણંદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે બપોરે 1 કલાક આસપાસ સાણંદ સરખેજ હાઇવે પર આવેલા એસબીઆઈમાં મંગાભાઈ ડાહ્યાભાઈ સોલંકી (રિટાયર્ડ તલાટી, રહે.સનાથલ ગામ, તા.સાણંદ) પોતાનું પેન્શન ઉપાડીને બેંકની બહાર નીકળી રહ્યા હતા ત્યારે દરવાજા આગળ અજાણ્યી મહિલા મંગાભાઈની થેલીને કોઈ ધારદાર વસ્તુથી કાપીને 50 હજારની ચીલઝડપ કરીને મંગાભાઈને ધક્કો મારી ભાગી રહી હતી. જોકે, મંગાભાઈએ સમયસુચકતા વાપરતા સમગ્ર ઘટનાની તેઓને જાણ થતા બૂમાબૂમ કરતા હાઇવે પર ભાગનારી ચાર હિન્દી ભાષી મહિલાઓને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો. 50 હજાર રૂપિયા નીકળતા બનાવની જાણ વાયુ વેગે પ્રસરતા હાઇવે પર સ્થાનિકોના ટોળાએ ટોળા એકઠા થવા પામ્યા હતા અને તો બીજી બાજુ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

અનુસંધાન પાના નં. 3 પર...

ધક્કો મારીને થેલા કાપીને રૂપિયા લઇને ફરાર થયેલી મહિલાઓ ઝડપાઇ હતી.તસવીર-જિગ્નેશ સોમાણી

અન્ય સમાચારો પણ છે...