ઊનામાં નાયબ મામલતદારે જાતિગત ટિપ્પણી કરતાં સિંધી સમાજમાં રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના ના.મામલતદાર દ્વારા સિંધી સમાજના એક યુવાનને કચેરી ખાતે સવર્ણ અનામતના ફોર્મમાં સહી ન કરી દેતા અને જાતિગત ટિપ્પણી કરી હોવાના કારણે સિંધી સમાજ ઘેરા પ્રત્યાઘાતો અને રોષની લાગણી જોવા મળી હતી. અા બાબતે સિંધી સમાજના પ્રમુખ ઇશ્વરલાલ જેઠવાણી, પ્રદેશ મહામંત્રી કમલેશભાઇ જુમાણી, વિજયભાઇ કમવાણી, લાડી પંચાયતના પ્રમુખ ઉધારામ જેઠવાણી સહીત આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થઇ શહેરના માર્ગો પર રેલી કાઢી ના.મામલતદાર હાઇ હાઇના સુત્રોચાર સાથે ના.કલેક્ટર તેમજ મામલતદારને લેખિત રજુઆત કરી કડક તપાસ કરી તાત્કાલીક બદલી કરવાની માંગ સાથે રોષ વ્યક્ત કરેલ હતો. ઉનામાં કેન્ટીન ચલાવી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા સિંધી અરજદાર ધીરજલાલ મેઠારામભાઇ દેવનાણીએ જ્યારે સવર્ણ અનામતના ફોર્મમાં સરકારના જવાબદાર અધિકારી તરીકે ના. મામલતદાર અમૃતલાલ પ્રજાપતિ પાસે સહી કરાવવા ત્રણ-ત્રણ વખત ગયા હતા. ત્યારે સિંધીને અનામતનું શું કામ ? સિંધીને અનામત ના મળે એવા જાતિગત ટિપ્પણી સાથેના બાબુશાહી જવાબો આપીને અરજદારે વિનંતી કરી હોવા છતા પણ ફોર્મમાં સહી ન કરીને મામલતદાર કચેરીમાંથી રવાના કરી દીધા હતા. આ ઘટનાક્રમને લઇને સમાજમાંથી ના. મામલતદાર અમૃતલાલ પ્રજાપતિના વિશે અશોભનીય વર્તનના અન્ય કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે. જાતિગત ભેદભાવની ટિપ્પણીને લઇને સિંધી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો અને રોષની લાગણી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...